નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે.
તેના પહેલા મહિનામાં એટલે કે એપ્રિલમાં, બેંકો 15 દિવસ સુધી કામ કરશે નહીં. દેશના વિવિધ સ્થળોએ વિવિધ કારણોસર બેંકો 9 દિવસ સુધી કામ કરશે નહીં. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે. બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગર 3 દિવસની રજા સાથે એપ્રિલથી શરૂ થશે. 1 થી 3 એપ્રિલ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ સિવાય ગુવાહાટીમાં 14 થી 17 એપ્રિલ સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે.