ભારત સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં લોકડાઉન અને પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. સાઉદી અરબ દ્વારા પણ આ પ્રકારના પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે. જેને પગલે ભારતીયો સહિતના લોકોને કામકાજમાં અને પ્રવેશ મેળવવામાં સરળતા રહેશે.
સાઉદી અરેબિયાએ માત્ર લોકડાઉન જ નથી હટાવ્યું સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોને પણ પાછા લઇ લીધા છે. અરબ ન્યૂઝના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દેશની બન્ને પવિત્ર મસ્જિદો અને અન્ય મસ્જિદોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના જે પ્રતિબંધો લાગુ કરાયા હતા તેને રદ કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
જોકે મસ્જિદોમાં માસ્ક પહેરવાનું રહેશે. સાઉદી અરેબિયામાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર એ છે કે જ્યારે તેઓ સાઉદી અરેબિયા પહોંચે ત્યારે તેમણે અગાઉ જે ફરજિયાત ક્વોરંટાઇન થવું પડતું હતું તેનાથી રાહત આપવામાં આવી છે. એટલે કે આ નિયમને રદ કરી દેવામાં આવ્યો છે. મુસાફરોએ હવે સાઉદી અરેબિયામાં પ્રવેશતા પહેલા પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નહીં દેખાડવો પડે.


