10 ઘાયલ : ઈમારતમાં બોમ્બ બનાવતા હતા અને બ્લાસ્ટ થયો
બિહારના ભાગલપુરમાં ગુરુવાર રાત્રિના એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ઇમારતમાં મોટો વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી થતા 7નાં મોત નિપજ્યાં છે. બિહારના ભાગલપુરમાં ગુરુવાર રાત્રિના એક ઇમારતમાં મોટો વિસ્ફોટ થતા ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યાં છે તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પાડોશીઓનો એવો આક્ષેપ છે કે, ઘરમાં બોમ્બ બનાવવામાં આવ્યાં હતાં.
આ ઘટના કાજવલીચક વિસ્તારમાં અનાથાશ્રમ પાસેની કહેવાઇ રહી છે. જે બિલ્ડીંગમાં આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો તે કોતવાલીથી માત્ર 100 મીટરનાં અંતરે આવેલ છે. આ વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટના કારણે થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. બ્લાસ્ટ થતાની સાથે જ ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.
- Advertisement -
ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારે કહ્યું કે, “પ્રારંભિક તપાસમાં ગનપાવડર અને ગેરકાયદેસર ફટાકડા તેમજ દેશી બનાવટના બોમ્બથી વિસ્ફોટ થયાની વાત સામે આવી છે. જો કે, FSL ટીમની તપાસ બાદ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે નક્કી કરાશે.’


