7 માર્ચના પોખરણાં વાયુ સેના કરશે યુદ્ધ અભ્યાસ
રાફેલ સહિત 150 વિમાનો ઉતરશે શક્તિ પ્રદર્શનમાં
- Advertisement -
ભારતીય વાયુસેના 7 માર્ચના રોજ પોખરણમાં યુદ્ધ અભ્યાસ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. રશિયા – યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતીય વાયુસેનાનું શસ્ત્ર પ્રદર્શનનું આયોજન ઉડીને આંખે વળગે તેવું છે. વિશ્વ ગુરૂ બનવાની નેમ સાથે ભાજપ સરકાર આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાનું પ્રભુત્વ નિશ્ચિત કરવા ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાયુસેના દ્વારા વાયુ શક્તિના નામે યુદ્ધનો અભ્યાસ કરવામાં આવશે.
વાયુસેનાના આ શક્તિ પ્રદર્શનમાં ફાઈટર વિમાન રાફેલ સહિત 150 જેટલા વિમાનો સામેલ થવાના છે. વાયુ સેનાએ વર્ષ 2019માં પણ આ રીતે યુદ્ધ અભ્યાસ કર્યો હતો અને આકાશમાં યુદ્ધ કૌવત બતાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના દર ત્રણ વર્ષે પોતાની યુદ્ધ અભ્યાસ કરીને પોતાની ક્ષમતા અને શક્તિના દર્શન કરાવે છે. હેલિકોપ્ટર, લડાકુ વિમાનો, પરિવહન અને સપોર્ટ સિસ્ટમ પણ સામેલ થાય છે. વાયુસેનાએ અભ્યાસની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.


