નિફ્ટી 17000ની નીચે: એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા, ટાટા સ્ટીલ, M&M, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, NTPCનાં શેર વધ્યા
ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1.45 કલાકે સેન્સેક્સ 1000 અંક ઘટી 55353 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 240 અંક ઘટી 16553 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, એચડીએફસી સહિતના શેરમાં ઘટાડો જોવો મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 3.80 ટકા ઘટી 714.20 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 3.67 ટકા ઘટી 3056.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ, ગઝઙઈ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 4.02 ટકા વધી 1270.00 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 1.47 ટકા વધી 802.55 પર કારોબાર કરી રહ્યો છે.


