શહેરની આરટીઓ કચેરી પાસે મનહર સોસાયટીમાં આવેલા બંગડીના છોલનો મોટો જથ્થો ભરેલા ગોડાઉનમાં સવારે ભિષણ આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પ્લાસ્ટીકનો વેસ્ટેજ છોલનો મોટો જથ્થો અહિ રખાયો હોઇ તેના સહિતની ચીજવસ્તુઓ બળી જતાં લાખોનું નુકસાન થયું છે. આરટીઓ પાસે આવેલી મનહર સોસાયટીમાં આવેલા નવીનભાઇની માલિકીના ગોડાઉનમાં સવારે આગ ભભૂકતાં અને મોટી જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં.
ગોડાઉનના વંડામાં પ્લાસ્ટીકની બંગડીના છોલનો વેસ્ટેજ જથ્થો મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો. જેમાં આગ ભભૂકી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ત્રણ ફાયર ફાઇટર તાબડતોબ પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં પ્લાસ્ટીક છોલનો મોટો જથ્થો ખાક થઇ ગયો હોઇ લાખોનું નુકસાન થયું છે.


