નિર્માતા સાજિદ નડિયાદવાલાએ હોસ્ટ કરેલી 83ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે ઘણી બૉલીવુડ હસ્તીઓ આવી હતી.
ડાયના પેન્ટી, કબીર ખાન, સુનીલ શેટ્ટી, વરદા ખાન નડિયાદવાલા, તુષાર કપૂર, માલવિકા રાજ સહિતના સેલેબ્સ હાજર હતા. 83 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની વાર્તા કહે છે. આ મૂવી છેલ્લા ત્રણ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે અને તેમાં રણવીર સિંહ કપિલ દેવ તરીકે અને દીપિકા પાદુકોણ રોમી ભાટિયાની ભૂમિકામાં છે.

- Advertisement -
સ્ક્રીનિંગ દરમિયાન રેડ કાર્પેટ પર રણવીર તથા દીપિકાની કમાલની કેમિસ્ટ્રી જોવા મળી હતી. રણવીરે પત્નીને કિસ પણ કરી હતી. દીપિકા ઓફ શોલ્ડર ગાઉનમાં ઘણી જ સુંદર લાગતી હતી. તેણે ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જ્યારે રણવીર વ્હાઇટ ટક્સીડો, બ્લેક બૉટાઇ તથા સનગ્લાસમાં હતો. ક્રિકેટર કપિલ દેવ જ્યારે સ્ક્રીનિંગમાં આવ્યા ત્યારે રણવીરને એકદમ ભેટી પડ્યા હતા.
પંકજ ત્રિપાઠી પત્ની સાથે
24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ’83’નું 22 ડિસેમ્બરના રોજ મુંબઈમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. આ સ્ક્રીનિંગમાં બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત જાણીતા ક્રિકેટર્સ પણ સામેલ થયા હતા. આ ફિલ્મ ભારતે 1983માં પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો તેના પર આધારિત છે. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે.
- Advertisement -
ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહર
રણવીર સિંહ ’83’ની સ્ટાર-કાસ્ટ સાથે
83 માં અભિનેતા તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, હાર્ડી સંધુ, આદીનાથ કોઠારે, ધૈર્ય કારવા, આર બદ્રી અને પંકજ ત્રિપાઠી પણ છે.


ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે રણવીર સિંહ

આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ
પેરેન્ટ્સ, બહેન તથા ડિરેક્ટર કબીર ખાન સાથે રણવીર સિંહ
અંગદ બેદી પત્ની નેહા ધૂપિયા સાથે

સ્વરા ભાસ્કર

આયુષ્માન પત્ની તાહિરા સાથે



