ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે. આજે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્ર્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ રજૂ થઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, EDના અધિકારીઓએ પહેલેથી જ પ્રશ્ર્નોનું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે. પનામા પેપર્સમાં ભારતના આશરે 500 લોકો સામેલ હોવાની વાત ખબર પડી હતી. તેમાં નેતા, એક્ટર, ખેલાડીઓ અને બિઝનેસમેન સહિત દરેક વર્ગમાં આગળ પડતા લોકોનાં નામ છે. આ લોકો પર ટેક્સ હેરાફેરીનો આરોપ છે. આ કેસમાં ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે. પનામા પેપર્સ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચન ઊઉના કાર્યાલયે પહોંચ્યો હતો.