સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે વન્યજીવ પ્રત્યે કુણી લાગણી ધરાવતાં લોકોને હૃદયને કકળાવી નાખ્યા છે. દરમિયાન કચ્છમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા જયદેવ ધાંધલે પ્રવાસીઓને ગીરની સફારી કરાવતાં જીપ્સી ચાલકો વિરુદ્ધ આકરાં પગલાં લેવા માટે વનવિભાગના અધિકારીઓને ફરિયાદ કરી છે. તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાંચથી છ જેટલી જીપ્સી એક સિંહણને ઘેરીને ઉભી રહી ગઈ છે અને તેમાં રહેલા 25થી વધુ પ્રવાસીઓ આરામથી સેલ્ફી લઈ રહ્યા છે!



