556 AQI સાથે ખતરનાક શ્રેણીમાં પહોંચી દિલ્હીની હવા જરૂર હોય તો 2 દિવસનું લૉકડાઉન લગાવી દો : સુપ્રીમ
ટોપ-10 પ્રદુષિત શહેરોમાં મુંબઈ અને કોલકાતાનો પણ સામેલ
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી પછી ખરાબ થયેલી દિલ્હીની હવા હજુ પણ ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીની હાલત કેટલી ખરાબ છે તમે એનાથી સમજી શકો છો કે દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ નંબરે છે.

- Advertisement -
આ યાદીમાં ભારતનાં મુંબઈ અને કોલકાતા પણ સામેલ છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ક્લાઈમેટ ગ્રુપ IQAirએ આ નવી યાદી બહાર પાડી છે. આ ગ્રુપ હવાની ગુણવત્તા અને પ્રદૂષણ પર નજર રાખે છે. શનિવારે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. તે સાથે જ કોર્ટે સરકારને પ્રદૂષણથી છૂટકરો મેળવવા માટે તાત્કાલિક ઉપાયમાં બે દિવસનું લોકડાઉન લગાવી દેવાની સલાહ પણ આપી છે.



