બસ 50 મીટર નીચે બીજા રસ્તા પર પડી : 25 મુસાફરો સવાર હતા
હિમાચલ પ્રદેશના ચંબામાં શનિવારે સવારે એક પ્રાઈવેટ બસ પલટી ગઈ. જેના કારણે ૭ લોકોના મોત થયા. જેમાં એક યુવતી, ૨ મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે ૧૫ મુસાફરો ઘાયલ હોવાનું જણાવાયું છે.
જેમને તીસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
- Advertisement -
જય વિજય કુમાર સકલાણીએ જણાવ્યું કે બસ સવારે ૭ વાગ્યે બૈરાગઢથી ચંબા માટે નીકળી હતી. બૈરાગઢથી થોડે દૂર ‘શર્મા કોય’ બસ ચાલુંજ પાસે બેકાબૂ થઈને પલટી, પછી બીજા રસ્તા પર પડી.
નજરેજોનાર મુજબ- બસ પલટતા જ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. અંદર ફસાયેલા લોકો એકબીજા પર પડયા. જેસીબીની મદદથી બસને હટાવવામાં આવી, પછી અંદર ફસાયેલા મૃતકો અને ઘાયલોને બહાર કાઢવામાં
આવ્યા.
પ્રાથમિક માહિતી અનુસાર- બસમાં લગભગ ૨૫ મુસાફરો સવાર હતા. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાને કારણે વહીવટીતંત્ર સંપર્ક કરી શકતું નથી. આથી મૃતકો અને ઘાયલોનો સાચો આંકડો આવવામાં સમય લાગી રહ્યો છે.
પ્રશાસનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ પૂરી થયા પછી જ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.
- Advertisement -
આ અકસ્માતમાં જે મુસાફરો મૃત્યુ પામ્યા છે તેમાં જગદેવ શર્મા (૫૦) ગામ બાહલા, દેસરાજ (૩૫) ગામ બાહલા, તેજ સિંહ (૩૦) ગામ સત્યાસ, જગદેઈ (૨૪) ગામ બાહલા, હરદેઈ (૪૫) ગામ બાહલા, નીલમ (૩૪) ગામ
દેવીકોઠી અને રૂપ સિંહ (૩૫) ગામ ચિલ્લી (ડ્રાઈવર)નો સમાવેશ થાય છે.




