કેદારનાથ યાત્રા ભૂસ્ખલનને કારણે અટકી : એમપી અને છતીસગઢમાં ૬નાં મોત
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ આફત બની ગયો છે. હિમાચલ પ્રદેશના ચંબામાં સોમવારે મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદ બાદ સરોલ મોહલ્લા સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું. પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયો. ઘણા મકાનોના પહેલા માળ સુધી કાટમાળ ભરાઈ ગયો. ૧૦થી વધુ વાહનોને પણ નુકસાન થયું. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૬ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આજે સિરમૌર અને બિલાસપુરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે સિમલા, મંડી અને સોલનમાં યલો એલર્ટ છે. ઈંખઉ એ મંડી, શિમલા, સિરમૌર અને સોલનમાં પુરનું જોખમ વ્યક્ત કરતા લોકોને નદી-નાળાં અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. ઉત્તરાખંડમાં મંગળવારે સવારે ચમોલી, ટિહરી, ઉત્તરકાશી અને સ્વપ્રયાગમાં ભૂસ્ખલન થયું. સ્વપ્રયાગના કુંડ-કાકડા વચ્ચેનો કેદારનાથ નેશનલ હાઈવે કાટમાળ આવવાને કારણે બંધ થઈ ગયો. સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પણ બંધ છે, જેના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
- Advertisement -
બીજી તરફ, મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રવિવારે સાંજે વીજળી પડવાથી ૧૧ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા. છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓમાં ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા. પંજાબ અને ચંદીગઢમાં સોમવારે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો, જેનાથી લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગે મંગળવારે પ્રથમ વખત પંજાબ અને ચંદીગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે ભાખરા અને પોંગ ડેમનું જળસ્તર પણ વધી રહ્યું છે.




