વિપક્ષે પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચા શરૂ થવા ન દીધી
વિદ્યાર્થીઓ સાથે મારપીટના મુદ્દે વિપક્ષ ચર્ચા પર અડગ, સ્પીકરે કહ્યું- બધા પક્ષો સહમતિ બનાવે
- Advertisement -
વિપક્ષના હોબાળાને કારણે લોકસભામાં પરીક્ષા સુધારણા બિલ પર બપોરે 2 વાગ્યે ચર્ચા શરૂ થઈ શકી નહીં. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદો વેલમાં પહોંચી ગયા. વિદ્યાર્થીઓની મારપીટના મામલે ચર્ચાની માગ કરવા લાગ્યા. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને કહ્યું કે તમે ચર્ચા નથી ઈચ્છતા. ત્યારબાદ 5 મિનિટ સુધી હોબાળો ચાલુ રહ્યો. સ્પીકરે કહ્યું કે હું સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપું છું. સરકાર અને વિપક્ષી સાંસદો સહમતિ બનાવીને આવે. આ પહેલાં લોકસભા 12 વાગ્યે, 2 વાગ્યે અને પછી સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની પણ આવી જ સ્થિતિ રહી. સદનને 2 વાર સ્થગિત કરવામાં આવ્યું. સવારે 11 વાગ્યે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સદનમાં પેપર લીક સંબંધિત લોક પરીક્ષા સુધારણા બિલ રજૂ કર્યું હતું. બીજી તરફ, પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા બાદ સોમવારે પહેલીવાર સંસદ પહોંચ્યા. NDA સાંસદોએ તેમને શાલ અને મિથિલા પાઘ પહેરાવી સન્માનિત કર્યા અને સંસદ ભવનની અંદર સુધી લઈ ગયા. સાંસદોએ ‘ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા. પ્રધાને NEET પેપર લીક વિવાદ વચ્ચે 25 જુલાઈએ રાજીનામું આપ્યું હતું.




