ગુવાહાટીમાં ભૂસ્ખલન, આસામમાં પૂરથી 1.70 લાખ લોકો પ્રભાવિત
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા બે દિવસમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. પૂંછ અને રાજૌરીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સાત લોકો હજુ પણ ગુમ છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ અભિયાન પ્રભાવિત થયું. સોમવારે ભારે વરસાદ બાદ આસામના ગુવાહાટીમાં ભૂસ્ખલન થયું. ત્યારબાદ નેશનલ હાઈવે 715નો એક ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્યના 12 જિલ્લામાં 1.70 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. એમપીના લગભગ 90% વિસ્તારમાં આગામી 4 દિવસ એટલે કે, 23 જુલાઈ સુધી હળવા વરસાદનો દોર ચાલુ રહેશે. રાજસ્થાનમાં બે અઠવાડિયા પછી ચોમાસું ફરી સક્રિય થતાં જયપુર સહિત 33 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ અને ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામ – બંને માર્ગો પર અમરનાથ યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત રહી હતી.




