જંતર-મંતરથી વંદા છૂમંતર : રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં પ્રદર્શનકારીઓ ઘૂસ્યા
અભિજીત દિપકેએ ભૂખ હડતાળ તોડી, વાંગચુકે કહ્યું મને ડિસ્ચાર્જ કરો, માર્ચમાં જવું છે
કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઈ છે. પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને તમામ ગેટ્સ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા. ઘણા લોકો બેરિકેડિંગ તોડીને પામિન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
- Advertisement -
બીજી તરફ, CJPના સ્થાપક અભિજીત દીપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. તેમણે કહ્યું કે જો સોનમ વાંગચુકને જલ્દી જંતર-મંતર મોકલવામાં નહીં આવે, ફ તેઓ સંસદ માર્ચ માટે નીકળી જશે. વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. આજે તેમની ભૂખ હડતાળનો ૨૩મો દિવસ છે. વાંગચુકે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખીને કહ્યું, સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો.’
સીજેપીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા પહોંચ્યા છે. આ પહેલા સવારે ૧૦ વાગ્યે પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને ઘણા લોકોના માથા પણ ફાટી ગયા છે. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે.
CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું CJPના પ્રદર્શનકારીઓ અને સોનમ વાંગચુકની મુખ્ય માગ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સોમવારે પ્રતિનિધિઓના એક પ્રતિનિધિમંડળના સરકાર સાથે વાતચીત માટે ગયા પછી તેના માર્ચને અસ્થાયી રૂપે રોકી દીધી છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી કે વાતચીત ચાલુ રહે ત્યાં સુધી માર્ચ મુલતવી રહેશે.




