અમેરિકાનો ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર હુમલો : કંટ્રોલ ટાવરને નિશાન બનાવ્યો
અમેરિકાએ શુક્રવારે સતત છઠ્ઠી રાત્રે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી. આ દરમિયાન ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટને પણ નિશાન બનાવ્યું. હુમલામાં પોર્ટના કંટ્રોલ ટાવરને નુકસાન પહોંચ્યું છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કંટ્રોલ ટાવર ક્ષતિગ્રસ્ત થવાની તસવીર પણ -શેર કરી છે. ઈરાની ન્યૂઝ એજન્સી મેહરે ચાબહાર પોર્ટ અને કંટ્રોલ ટાવર પર અમેરિકી હુમલાની પુષ્ટિ કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ ટાવર પર આ ત્રીજો હુમલો છે.
- Advertisement -
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું કે ફાઈટર જેટ, ડ્રોન અને યુદ્ધજહાજોથી ઈરાનના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો. CENTCOMએ કહ્યું કે હુમલામાં તટીય કંટ્રોલ કેન્દ્ર, એર ડિફેન્સ સિસ્ટમ, સૈન્ય * લોજિસ્ટિક્સ અને દરિયાઈ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ચાબહાર પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. ભારતે તેના વિકાસમાં રોકાણ કર્યું છે અને તેનું સંચાલન ભારતીય કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) કરી રહી છે. આ બંદર ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વ્યાપારિક પહોંચ ઉપલબ્ધ કરાવે છે.
શિપિંગ ડેટા અનુસાર, ગુરુવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર ત્રણ માલવાહક જહાજો પસાર થયા હતા. આ મે મહિના પછી એક દિવસમાં સૌથી ઓછી અવરજવર છે. તાજેતરના ઈરાની હુમલાઓ અને ઈરાન સાથે જોડાયેલા જહાજો પર અમેરિકી નાકાબંધી ફરી શરૂ થયા બાદ મોટાભાગના જહાજો કાં તો થોભી ગયા અથવા અધવચ્ચેથી પાછા ફરી ગયા.
શિપિંગ ટ્રેકિંગ કંપની કેપ્લરના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત ટેન્કર ‘મિરાન’ અને LPG લઈ જઈ રહેલું નાનું જહાજ ‘નોરિટો ઈરાની માર્ગેથી હોર્મુઝ પાર કરીને ઓમાનની ખાડીમાં પહોંચ્યા, પરંતુ અમેરિકી નાકાબંધીવાળા વિસ્તારમાં જઈને અટકી ગયા.




