બિહારના સમસ્તીપુર જિલ્લાના સરાયરંજનમાં બન્યો ચોંકાવનારો કિસ્સો
1100 રૂપિયાનું પેન્શન લેવા ગયા, પાસબુક પ્રિંટ કરાવી અને જોયુ તો…759,69,51,951 રૂપિયા ખાતામાં જમા બતાવ્યા
- Advertisement -
બિહારના સમસ્તીપુર જીલ્લાના સરાયરંજનથી એક આવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેણે બેંક અધિકારીઓથી લઈને સામાન્ય લોકોના હોશ ઉડાવી દીધા છે. અહી એક વડીલ પોતાના પેશનના માત્ર ૧૧૦૦ રૂપિયા કાઢવા માટે બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પહોચ્યા હતા. અહીં જ્યારે તેના ખાતાનું બેલેન્સ ચેક કરવામાં આવ્યું તો કમ્પ્યુટર સ્ક્રીન પર જે આંકડો ચમક્યો તેને સૌને ચોંકાવી દીધા. વૃદ્ધના ખાતામાં એક બે લાખ નહીં પણ પૂરા ૭૫૯ કરોડ રૂપિયાથી વધુની રકમ દેખાય રહી હતી.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કવિ કામેશ્વર મિશ્રા એક તેમનું પેંશન ઉપાડવા ગયા હતા. તેમનો અપંગ પુત્ર, જે વિકલાંગતા પેંશન યોજનાનો લાભાર્થી હતો. તેમની સાથે હતો. પેંશનની રકમ મેળવ્યા પછી મિશ્રાએ તેમના ખાતાનું બેલેન્સ તપાસવાનું નક્કી કર્યું. તેમને આશ્ચર્ય થયું કે ખાતામાં ૭૫૯,૬૯,૫૧,૯૫૧ રૂપિયા અથવા લગભગ ૭૫૯ કરોડ રૂપિયાનું બેલેન્સ દેખાડવામાં આવ્યું. તેમના પુત્રના ખાતામાં પણ એટલી જ મોટી રકમ દેખાઈ હતી. જેના કારણે બંને ખાતાઓમાં કુલ બેલેન્સ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું હતું એમ પરિવારે જણાવ્યું. અણધાર્યા આંકડાઓએ પરિવાર અને બેન્ક કર્મચારી બંનેને ચોંકાવી દીધા હતા અને સંભવિત બેંકિંગ અથવા તકનીકી ખામી અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.
કવિ કામેશ્વર મિશ્રાએ કહ્યું કે, તેઓ સમજી શકતા નથી કે ખાતામાં આટલી મોટી રકમ કેવી રીતે દેખાઈ અને તેમણે બેંક અને સંબંધિત અધિકારીઓને આ બાબતની તપાસ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તેમણે આ મુદ્દો જાહેર ધ્યાન પર લાવ્યો છે જેથી અધિકારીઓ બેલેન્સ ચકાસી શકે અને કોઈપણ ભૂલ સુધારી શકે. મોટા બેલેન્સ પાછળનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. પ્રારંભિક સંકેતો સૂચવે છે કે આ આંકડા તકનીકી અથવા બેંકિંગ સિસ્ટમની ખામીને કારણે હોઈ શકે છે.
- Advertisement -
આ ચોંકાવનારી ઘટના પછી જયારે વડીલ અને તેમના પુત્ર સાથે વાત કરવામાં આવી તો તેમની આંખોમાં નવાઈ અને ભય સ્પષ્ટ દેખાય રહ્યો હતો. વૃદ્ધના પુત્રએ કહ્યુ કે, અમે તો દર મહિનાની જેમ આ વખતે પણ પિતાજીની પેંશનના ૧૧૦૦ રૂપિયા લેવા માટે ગયા હતા. જ્યારે એકાઉન્ટટે અંગૂઠો લગાવીને બેલેંસ ચેંક કર્યુ તો તે પોતાની ખુરશી પરથી ઉછળી પડ્યો. તેણે પાસબુક પર જે નંબર પ્રિંટ કર્યો તેને અમે પણ વાંચી શકતા નહોતા.
જેવા જ વૃદ્ધ એકાએક અબજોપતિ બની ગયાના સમાચાર સરાયરંજન વિસ્તારમાં ફેલાયા તો વડીલના ઘરે લોકોની ભીડ જમા થવા માંડી. દરેક કોઈ એ જોવા માટે બેતાબ હતું કે એક ઝટકામાં કોઈ પેંશનનર અરબપતિ કેવી રીતે બની ગયા. જ્યારે આ મામલે બેંકના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સંબંધિત બેંકના બ્રાન્ચ મેનેજર અને વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી. બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કોઈ જાદુઈ લોટરી કે મની ટ્રાન્સફર નથી પરંતુ ટેકનિકલ ખામી કે સર્વર ભૂલ હતી.
હાલ બેંકે તાત્કાલિક કાર્યવાહી કરીને વૃદ્ધ વ્યક્તિના ખાતામાંથી કોઈપણ ઉપાડને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો છે અને ખાતાને હોલ્ડ પર રાખ્યો છે. આ અંગે અધિકારીઓનું નિવેદન આવ્યું છે કે, “કેટલીકવાર સરકારી ભંડોળ ટ્રાન્સફર દરમિયાન અથવા બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અપડેટ કરતી વખતે ટેકનિકલ કોડિંગ ભૂલોને કારણે આવા ડમી અથવા ખોટા ડેટા પ્રતિબિંબિત થાય છે. અમારી આઈટી ટીમ આ સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહી છે. આ પૈસા કોઈ વ્યક્તિના નથી અને ટૂંકસમયમાં સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે.”
શું પહેલા પણ કોઈના એકાઉન્ટમાં એકાએક કરોડો રૂપિયા આવ્યા છે?
બિહાર કે દેશમાં અન્યત્ર આવો ‘ચમત્કાર’ પહેલીવાર બન્યો નથી. ખાગરિયા અને કટિહાર જિલ્લામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોના ખાતામાં લાખો રૂપિયા દેખાતા હોવાના અગાઉના કિસ્સાઓ નોંધાયા છે, જે પાછળથી બેંકિંગ સોફ્ટવેરમાં સિસ્ટમ બગ હોવાનું સાબિત થયું છે. બેંક નિષ્ણાતો કહે છે કે, જો તમને ક્યારેય તમારા ખાતામાં આવી અજાણી કે મોટી રકમ દેખાય, તો તેને ઉપાડવાનો કે ખર્ચ કરવાનો પ્રયાસ પણ કરશો નહીં. આમ કરવું કાનૂની ગુનો છે. તાત્કાલિક તમારી નજીકની બેંક શાખામાં તેની જાણ કરો.




