By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    1 hour ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    1 hour ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    1 hour ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    1 hour ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    50 minutes ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    35 minutes ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    39 minutes ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
રાજકોટ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

Khaskhabar Editor
Last updated: 2026/07/13 at 3:13 PM
Khaskhabar Editor 26 minutes ago
Share
6 Min Read
SHARE

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી રાજકોટની મુલાકાતે : રામ મંદિરમાં ચોરી મુદ્દે સરકારને આડે હાથ લીધા

સુપ્રીમ કોર્ટના જજની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કૌભાંડની ન્યાયી અને નિષ્પક્ષ તપાસની માગ

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી આજે 12 જુલાઈ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહી તેમણે અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરી મામલે શાસક પક્ષ ભાજપ અને ઉત્તરપ્રદેશ સરકારને આડે હાથ લીધા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે, જો પ્રધાનમંત્રી કાર્યાલયથી દેખરેખ થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે થઈ? તેમણે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે, ભાજપે 40 દિવસમાં 70 વાર રામમંદિરને લૂંટ્યું છે, જે મહંમદ ગઝનવી દ્વારા કરાયેલી લૂંટ કરતાં પણ વધુ છે. કોંગ્રેસના આ આક્ષેપોને પગલે અયોધ્યા રામમંદિર નિર્માણ અને તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. રીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે પોતાની અતૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે રૂ. 11થી લઈને લાખોનું દાન આપ્યું છે. પરંતુ સત્તા પર બેઠેલા લોકો આ જનતાના દાનને પોતાનું વ્યક્તિગત ખાનગી ધન સમજીને બેઠા છે અને મંદિરમાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. રામ મંદિરમાં ચોરી કરવા કોઈ બહારનો ચોર નથી આવ્યો, પરંતુ જેમને સુરક્ષાની જવાબદારી સોંપાઈ તે ચોકીદાર દ્વારા જ ચોરી કરવામાં આવી છે.

રીતુ ચૌધરીએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનની ક્ષમતા સામે પણ પાયાના સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રામ મંદિર જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થળ પર ચારેય તરફ સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા ગોઠવવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે. જો સીસીટીવી કેમેરા ચાલુ હતા, તો પછી કોઈ પણ પ્રકારના સર્વેલન્સ કે પકડાયા વગર આટલી મોટી લૂંટ કઈ રીતે ચલાવવામાં આવી તે એક મોટો સવાલ ઊભો કરે છે. ઇતિહાસના પાના ઉથલાવીને એક સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે મહંમદ ગઝનવીએ ભારત પર ચડાઈ કરીને સોમનાથ મંદિરને લૂંટયું હતું, પરંતુ તમે લોકોએ તો હદ વટાવી દીધી છે અને પ્રભુ શ્રી રામના મંદિરને જ લૂંટી લીધું છે. તેમણે સત્તાવાર આંકડા અને તપાસનો હવાલો આપતા આક્ષેપ કર્યો હતો કે, માત્ર 40 દિવસના ટૂંકા ગાળામાં 70 વાર રામમંદિરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ બની છે. ચોરીની પદ્ધતિ પણ ચોંકાવનારી છે, જેમાં ચોરી કરેલો સામાન ક્યારેક મંદિરના બાથરૂમમાં તો ક્યારેક રસોડામાં છુપાવી દેવામાં આવતો હતો. આ સમગ્ર કૌભાંડમાં પ્રશાસનના જ કર્મચારીઓ અને ત્યાં કામ કરતા કારીગરો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે આ લૂંટ અંદરના લોકોની મિલીભગત વગર શક્ય જ નથી.

- Advertisement -

રીતુ ચૌધરીએ એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ તો માત્ર છેલ્લા 40 દિવસનો જ સત્તાવાર રેકોર્ડ અને હકીકતો આપણી સામે આવી છે, પરંતુ વર્ષ 2024માં મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં મંદિરમાં કેટલી વાર લૂંટફાટ મચાવવામાં આવી છે અને કેટલા કરોડની ઉચાપત થઈ છે તેનો તો કોઈ ચોક્કસ હિસાબ કે રેકોર્ડ જ પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી. યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ મામલે લેવાયેલા કાયદાકીય પગલાં અને તપાસની પદ્ધતિ અંગે પણ કોંગ્રેસ પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા હતા. સામાન્ય કાયદાની પ્રક્રિયા સમજાવતા તેમણે કહ્યું કે, જો સામાન્ય નાગરિકના ઘરમાં, ઓફિસમાં કે ગાડીમાં કોઈ નાની ચોરી પણ થાય, તો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ કરવામાં આવે છે અને ગુનેગારોની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. પરંતુ રામ મંદિરના આ કિસ્સામાં ઉત્તરપ્રદેશ સરકારે જ ગુનાહિત આચરણ કર્યું છે. અહીં સત્તાવાર FIRમાં ઘટનાનો કોઈ યોગ્ય ઉલ્લેખ કે વિગતો આપ્યા વગર જ સીધી પ્રારંભિક તબક્કે જ SITની રચના કરી દેવામાં આવી છે.

આ SITની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા રીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ તપાસ સમિતિમાં પણ ઉત્તરપ્રદેશના વહીવટી તંત્રના એવા જ જનરલ અને આઇપીએસ અધિકારીઓને બેસાડવામાં આવ્યા છે જેઓ ભાજપ સરકારના સૌથી વહાલા, માનીતા અને લાડલા અધિકારીઓ તરીકે જાણીતા છે. લખનઉ જેવા પાટનગરમાં ભાજપ સરકાર કોને કલેક્ટર કે ઉચ્ચ પદ પર બેસાડે છે તે જગજાહેર છે. ભાજપની સૈદ્ધાંતિક નીતિઓ પર પ્રહાર કરતા તેમણે દાવો કર્યો હતો કે, ભાજપની મૂળભૂત નીતિ હંમેશાથી ધાર્મિક સ્થાનો અને મંદિરો પર પોતાનો રાજકીય કબજો જમાવવાની રહી છે. આ લોકોને વાસ્તવમાં ધર્મ, સંસ્કૃતિ કે પ્રભુ શ્રી રામની મર્યાદા સાથે કોઈ જ લેવા-દેવા નથી, તેઓ માત્ર ધર્મના નામે રાજકારણ અને આર્થિક લાભ ખાટવા માંગે છે. આ પૂર્વે પણ દેશના અનેક ઐતિહાસિક અને પવિત્ર મંદિરોની સ્વાયત્તતા તોડી નાખવામાં આવી છે.

ભાજપ સરકારની કઠપૂતળી બનેલી SIT પર દેશના નાગરિકોને જરાય ભરોસો નથી
કોંગ્રેસ પક્ષ વતી આ સમગ્ર કૌભાંડની ન્યાયી અને નિષ્પક્ષ તપાસની માગ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની કઠપૂતળી બનેલી SIT પર દેશના નાગરિકોને જરાય ભરોસો નથી. આથી આ સમગ્ર રામ મંદિર લૂંટ પ્રકરણની તપાસ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજની સીધી દેખરેખ હેઠળ સિટિંગ જજ મારફત કરાવવામાં આવે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને કરોડો રામભક્તોની આસ્થા સાથે થયેલા આ ખિલવાડનો ન્યાય મળી શકે. ત્યારે આગામી સમયમાં આ મામલે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય જ બતાવશે.

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Next Article નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?