જેનિક સિનર બન્યો વિમ્બલ્ડન 2026 ચેમ્પિયન : ફાઇનલમાં અલેક્ઝાન્ડર ઝ્વેરેવને આપી માત
ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન કરતાં વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પોતાનાં નામે કરી લીધો છે. સેન્ટર કોર્ટ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં સિનરે જર્મનીના અલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-7(7), 7-6(2), 6-3, 6-4 થી હરાવીને ટ્રોફી જીતી લીધી. લગભગ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ મુકાબલામાં બંને ખેલાડીઓએ દમદાર સર્વિસ અને શાનદાર રમત રમી હતી, પરંતુ નિર્ણાયક તકો પર સિનરનું પ્રદર્શન ચડિયાતું રહ્યું અને તેમણે પોતાનો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો. મુકાબલાની શરૂઆત ખૂબ જ રોમાંચક રહી. પ્રથમ સેટ ટાઈબ્રેકર સુધી પહોંચ્યો, જ્યાં ઝ્વેરેવે 9-7 થી બાજી મારીને પ્રારંભિક લીડ મેળવી લીધી હતી. જોકે સિનરે હાર ન માની અને બીજા સેટમાં જોરદાર વાપસી કરી. આ સેટ પણ ટાઈબ્રેકર સુધી ગયો, પરંતુ આ વખતે ઈટાલીના ખેલાડીએ 7-2 થી જીત નોંધાવીને મેચને 1-1 ની બરાબરી પર લાવી દીધી. બીજા સેટની જીતે સિનરનો આત્મવિશ્વાસ વધારી દીધો અને ત્યારબાદ તેમણે મુકાબલા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું.
- Advertisement -
ત્રીજા સેટમાં સિનરે શાનદાર બેઝલાઇન ગેમ અને બહેતરીન રિટર્ન્સનું પ્રદર્શન કર્યું. તેમણે ઝ્વેરેવની સર્વિસ એક વાર બ્રેક કરી અને 6-3 થી સેટ જીતીને પહેલીવાર મેચમાં લીડ મેળવી લીધી. ચોથા સેટમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી, પરંતુ સિનરે મહત્વના સમયે બ્રેક હાંસલ કર્યો અને 6-4 થી સેટ જીતતાની સાથે જ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કરી લીધું. આ જીત સાથે જેનિક સિનરે વધુ એક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાનાં નામે કરીને સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયના સૌથી શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાં સામેલ છે. આ જેનિક માટે 100મો ગ્રાન્ડ સ્લેમ વિજય છે. ઝ્વેરેવ સામેના મુકાબલા પહેલાં તેમની સતત 10મી જીત પણ છે. ફ્રેન્ચ ઓપનમાં સાધારણ પ્રદર્શન બાદ તેમના પર સવાલો ઉભા થઈ રહ્યા હતા, જેનો જવાબ હવે તેમણે આ શાનદાર જીતથી આપ્યો છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ, અભિષેક-વૈભવ મેચ જોવા પહોંચ્યા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, વર્તમાન ટીમના ઓપનર અભિષેક શર્મા, સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશી ફાઇનલ મેચ જોવા પહોંચ્યા હતા. વૈભવે પોતાના ઇન્સ્ટામાં વિમ્બલ્ડન ફાઇનલનો ફોટો શેર કર્યો હતો.




