અમેરિકન હેલિકોપ્ટર તોડી પાડવાના બદલામાં હુમલો, જવાબમાં ઈરાને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો
અમેરિકાએ ઈરાનમાં 20 ઠેકાણાઓને ટાર્ગેટ કર્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે ઈરાન પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઈઊગઝઈઘખ) એ કહ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાના જવાબમાં કરવામાં આવી હતી.
આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી અઇં-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે બંને પાયલટ સુરક્ષિત છે. ટ્રમ્પે લખ્યું, અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ પડશે.
બીજી તરફ, ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (ઈંછૠઈ) એ દાવો કર્યો છે કે તેણે જવાબી કાર્યવાહીમાં બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા અને અમેરિકી નૌકાદળના ફિફ્થ ફ્લીટ મુખ્યાલયને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાની સેના દરેક હુમલાનો જવાબ આપશે. તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું, જો સુરક્ષિત રહેવા માંગતા હો તો અમારો વિસ્તાર છોડી દો.
જોકે, હેલિકોપ્ટર દુર્ઘટના અંગે અલગ-અલગ દાવાઓ છે. એક અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અપાચે હેલિકોપ્ટર એક ઈરાની ડ્રોન સાથે અથડાયા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનાની તપાસ ચાલુ છે.
ફોક્સ ન્યૂઝ અનુસાર, એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું છે કે મંગળવારે રાત્રે ઈરાનના 20 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (ઈઊગઝઈઘખ) એ કહ્યું છે કે હાલમાં અમેરિકી હુમલાઓ સમાપ્ત થઈ ગયા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ સક્રિય છે. તેમણે કહ્યું કે જો ઈરાન વળતો હુમલો કરશે, તો અમેરિકી સેના જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ઈરાન વધુ સખત હુમલા કરવા તૈયાર: IRGC ની ચેતવણી
- Advertisement -
IRGCએ ચેતવણી આપી કે જો અમેરિકા ફરીથી હુમલો કરશે, તો ક્ષેત્રમાં નિર્ધારિત લક્ષ્યો પર વધુ વ્યાપક અને કડક હુમલા કરવામાં આવશે. સરકારી ન્યૂઝ એજન્સી ઈંછગઅ અનુસાર, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાની સેનાએ ક્ષેત્રમાં હાજર અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે. ઈંછૠઈ એ કહ્યું કે ‘આ હુમલા દક્ષિણ ઈરાનમાં અમેરિકી હેલિકોપ્ટર દુર્ઘટનાને ખોટું બહાનું બનાવીને કરવામાં આવેલી અમેરિકી કાર્યવાહીના જવાબમાં છે.’



