માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે અમેરિકન સરકારે શરૂ કર્યો નવો પ્લાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકા (US) જવા ઇચ્છતા અને વિઝા ઇન્ટરવ્યૂની લાંબી લાઇનથી પરેશાન લોકો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એક નવો પાયલટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ, જો કોઈ અરજદાર વહેલી તકે વિઝા ઇન્ટરવ્યૂ આપવા માંગતો હોય, તો તેણે 750 (આશરે 62,000 રૂપિયાથી વધુ)ની વધારાની ફી ચૂકવવી પડશે. આ અઠવાડિયે ફેડરલ રજિસ્ટરમાં આ અંગેની સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવશે. આ ખાસ પ્રોગ્રામ ચાલુ વર્ષે 1 જુલાઈથી શરૂ થઈને 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે.
આ નવી વ્યવસ્થા હેઠળ, બિઝનેસ (ઇ-1) અને ટૂરિસ્ટ (ઇ-2) વિઝા માટે અરજી કરનારા પાત્ર ઉમેદવારોને માત્ર 10 બિઝનેસ ડેઝ (કામકાજના દિવસો)ની અંદર જ વિઝા ઇન્ટરવ્યૂ માટેનો સ્લોટ મળી જશે. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે જે-તે કોન્સ્યુલેટ અથવા એમ્બેસીમાં સ્લોટ ખાલી હશે. આ પ્રીમિયમ સર્વિસ વિશ્વભરની તમામ અમેરિકન એમ્બેસી કે કોન્સ્યુલેટમાં ઉપલબ્ધ નહીં હોય. કઈ જગ્યાએ આ સુવિધા ચાલુ છે, તેની યાદી સ્ટેટ ડિપાર્ટમેન્ટ પોતાની સત્તાવાર વેબસાઇટ િફિંદયહ.તફિંયિં.લજ્ઞદ પર જાહેર કરશે. આ સ્લોટ્સની સંખ્યા પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવશે.
વધુ પૈસા આપવાથી વિઝા મળવાની ગેરંટી નહીં મળે
અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વધારાની ફી માત્ર ઇન્ટરવ્યૂની તારીખ વહેલી મેળવવા માટે જ છે. તેનાથી વિઝા મંજૂર થવાની પ્રક્રિયા કે સ્પીડ પર કોઈ અસર નહીં પડે. સિક્યોરિટી ચેકિંગ અથવા યોગ્યતાની ચકાસણી માટે જે સામાન્ય સમય લાગે છે, તે નિયમ મુજબ જ લાગશે અને તેમાં કોઈ વહેલા-મોડું કરવામાં આવશે નહીં. પ્રીમિયમ ફી ચૂકવ્યા પછી પણ જો કોઈ વહીવટી પ્રક્રિયામાં સમય લાગે, તો વિઝા મળવામાં સામાન્ય દિવસોની જેમ જ વિલંબ થઈ શકે છે.
નિયમો અને પાત્રતામાં કોઈ છૂટછાટ નહીં
એક્સ્ટ્રા ફી આપીને વહેલી એપોઇન્ટમેન્ટ લેનારા અરજદારોએ પણ ઇ-1/ઇ-2 વિઝા માટેના તમામ હાલના કાયદાકીય નિયમો અને પાત્રતાના માપદંડો પૂરા કરવા જ પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાફ કર્યું છે કે વહેલી તારીખ મળવાનો મતલબ એ બિલકુલ નથી કે તમારા વિઝા એપ્રૂવ થવાની શક્યતા વધી જશે. વિઝા આપવો કે ન આપવો તેનો નિર્ણય સંપૂર્ણપણે અરજદારની યોગ્યતા અને ઇન્ટરવ્યૂના આધારે જ લેવામાં આવશે.
અમેરિકી કોર્ટે H-1B વિઝા પર ₹95 લાખ ફી રદ્દ કરી
- Advertisement -
અમેરિકન કોર્ટે કહ્યું- રાષ્ટ્રપતિને ટેક્સ લગાવવાનો અધિકાર નથી
અમેરિકામાં ફેડરલ કોર્ટે ટ્રમ્પના ઇં-1ઇ વિઝા પર 1 લાખ ડોલર (લગભગ 95 લાખ રૂપિયા) ફી વસૂલવાની નીતિને રદ કરી દીધી છે. બોસ્ટન કોર્ટે કહ્યું કે આ ફી નહીં પણ એક ટેક્સ છે અને તેને લાગુ કરવા માટે રાષ્ટ્રપતિ નહીં પણ સંસદની મંજૂરી જરૂરી હતી. ટ્રમ્પે સપ્ટેમ્બર 2025માં જાહેરાત કરી હતી કે જે કંપનીઓ ઇં-1ઇ વિઝા પર વિદેશી કર્મચારીઓને નોકરી આપશે, તેમને દરેક વિઝા માટે 1 લાખ ડોલરની વધારાની ફી ચૂકવવી પડશે. આ પછી 20 રાજ્યોના એટર્ની જનરલે તેને પડકારી હતી. હવે કોર્ટના નિર્ણય વિરુદ્ધ ટ્રમ્પ સરકાર અપીલ કરી શકે છે. આ વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય ઈંઝ અને ટેક પ્રોફેશનલ્સ કરે છે. આવા સંજોગોમાં કોર્ટના આ નિર્ણયને ભારતીયો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે.



