ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મેન્સ સેલેક્શન પેનલ દ્વારા આજે મુંબઈ હેડક્વાર્ટરમાં મળેલી મહત્ત્વની બેઠક બાદ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પહેલા ભારતીય T20 ક્રિકેટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને મધ્યમ ક્રમના બેટર શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી છે.
એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
- Advertisement -
અહેવાલો અનુસાર, BCCIની એપેક્સ કાઉન્સિલ કમિટીની બેઠકમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદ પરથી દૂર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સૂર્યાના સ્થાને હવે શ્રેયસ અય્યર ભારતીય T20 ટીમના નવા સુકાની તરીકે જવાબદારી સંભાળશે. આ પ્રવાસમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. આયર્લેન્ડ સામેની શ્રેણી માટે આ યુવા સ્ટારને ટીમમાં સામેલ કરીને સેલેક્ટર્સે ભવિષ્યના સંકેતો આપી દીધા છે.
આયર્લેન્ડ સામેની T20I શ્રેણી માટેની ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.




