By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    2 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    3 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    3 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    4 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor
Last updated: 2026/06/03 at 4:31 PM
Khaskhabar Editor 2 months ago
Share
10 Min Read
SHARE

‘હલ્લા બોલ’ પ્રોગ્રામમાં અંજના ઓમ કશ્યપની ‘બે કૌડીના શિક્ષકો’ વાળી ટિપ્પણીથી દેશભરમાં ભારે આક્રોશ; ખાન સર અને અભિનવ સિંહ સહિતના ગુરુઓએ મીડિયાને અરીસો બતાવ્યો

ટીઆરપી અને વિશ્ર્વસનીયતા ગુમાવી ચૂકેલું મીડિયા સત્તા સામે કઠોર પ્રશ્ર્નો પૂછવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્રોશ

- Advertisement -
તાજેતરમાં ‘હલ્લા બોલ’ કાર્યક્રમ દરમિયાન અંજના ઓમ કશ્યપ દ્વારા યુટ્યુબ શિક્ષકો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓએ દેશભરમાં ભારે વિવાદ ઊભો કર્યો છે. કાર્યક્રમ દરમિયાન તેમણે કેટલાક ઓનલાઈન શિક્ષકો પર આક્ષેપ કરતાં કહ્યું કે આવા લોકો પાસે “કૌડી કા જ્ઞાન નહીં” અને “કુછ સમજ નહીં” હોવા છતાં તેઓ હાથમાં બ્લેકબોર્ડ લઈને શિક્ષક બની જાય છે, મોટા મોટા એક્સ્પ્લેનર બનાવે છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાગણીઓનો ઉપયોગ કરીને લોકપ્રિયતા મેળવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આવા લોકો “મા-બાપ કી પસીને કી કમાઈ” ચૂસી લે છે અને શિક્ષણના નામે કમાણીનું સામ્રાજ્ય ઊભું કરે છે. તેમના નિવેદનોનો સ્વર એવો હતો કે જેમાં સમગ્ર યુટ્યુબ શિક્ષક સમુદાય સામે શંકા રજૂ થતી હતી.
વિડંબના એ છે કે આ નિવેદનો એવા સમયે આવ્યા જ્યારે દેશના  શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષા વ્યવસ્થા, પેપર લીક, મૂલ્યાંકન પ્રણાલીની ખામીઓ અને વિદ્યાર્થીનાં ભવિષ્યને લઈને પ્રશ્નો પૂછી રહ્યા હતા. સ્વાભાવિક રીતે ચર્ચાનું કેન્દ્ર સરકાર, પરીક્ષા સંસ્થાઓ અને નીતિ-નિર્માતાઓ હોવું જોઈએ હતું. પરંતુ તેના બદલે પ્રશ્નો ઉઠાવનારા શિક્ષકો જ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા. આ જ કારણસર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ડિજિટલ શિક્ષણ જગતના મોટા વર્ગે આ અભિગમને પક્ષપાતી ગણાવ્યો.
આ નિવેદનો સામે દેશભરના અનેક શિક્ષકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. ખાન સર, અભિનવ મેથ્સના અભિનવ સિંહ તથા અન્ય ઘણા શિક્ષકોએ સવાલ ઉઠાવ્યો કે જો કોઈ ચોક્કસ શિક્ષક અથવા સંસ્થા સામે વાંધો હોય તો તેનું નામ લઈને ટીકા થવી જોઈએ, પરંતુ આખા શિક્ષક સમુદાયને એક જ ત્રાજવે તોલી દેવું કેવી રીતે યોગ્ય ગણાય?
અત્રે, શિક્ષકોને “બે કૌડીના” ગણાવનારાઓએ સમજવું પડશે કે આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર ભણાવતા અસંખ્ય શિક્ષકો આઈઆઈટીના ગોલ્ડ મેડલિસ્ટ, ડોક્ટર્સ અને દેશની સૌથી અઘરી ગણાતી વહીવટી સેવાઓની પરીક્ષાઓ પાસ કરેલા નિષ્ણાતો છે. ઘણા લોકોએ કરોડોની કોર્પોરેટ નોકરીઓ અથવા પ્રતિષ્ઠિત કારકિર્દીનો ત્યાગ કરીને શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું છે. તેઓ કોઈની દયા પર નહીં, પરંતુ પોતાની મહેનતથી સફળ થયા છે અને સમાજમાં પૂરા સ્વાભિમાન સાથે જીવે છે. હા, એ વાત સ્વીકાર્ય છે કે શિક્ષણ ક્ષેત્રમાં મોટા કોચિંગ ક્લાસો અને સંસ્થાઓની અંદર વેપારીકરણ, ગેરરીતિઓ અને અનિયમિતતાઓ છે. તેની ટીકા થવી જ જોઈએ. પરંતુ તેની આડમાં સમગ્ર શિક્ષણ જગતને “માફિયા” તરીકે રજૂ કરવું અત્યંત અપમાનજનક છે. થોડાક સંસ્થાઓની ખામીઓનો દોષ સમગ્ર શિક્ષક વર્ગ પર મઢી શકાય નહીં.
વળી, અહીં  અંજના વાત ખાસ કરીને ’યુટ્યુબ ટીચર્સ’ની કરી રહ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આ શિક્ષકો કોઈ મસમોટી ફી લીધા વગર દેશના ખૂણે-ખૂણે બેઠેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તદ્દન મફતમાં અથવા તો બહુ મામૂલી-ટોકન રકમમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે. આ શિક્ષકો વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ નથી કરતા; તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત તો યુટ્યુબના વ્યુઝ અને તેના પર આવતી જાહેરાતો કે સ્પોન્સરશિપ છે. આમ, ડિજિટલ માધ્યમોના કારણે જ આજે લાખો એવા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જેઓ મોટા શહેરોના મોંઘા કોચિંગ ક્લાસની ફી ભરી શકે તેમ નથી. કોરોના પછી આ પરિવર્તન વધુ ઝડપથી આવ્યું છે. શિક્ષક હવે માત્ર વર્ગખંડ પૂરતો મર્યાદિત રહ્યો નથી. આજે દેશના અંતરિયાળ ગામડામાં બેઠેલો વિદ્યાર્થી પણ શ્રેષ્ઠ શિક્ષકો સુધી પહોંચી શકે છે. ડિજિટલ શિક્ષણ માત્ર એક વિકલ્પ નહીં, પરંતુ શિક્ષણના લોકશાહીકરણનું શક્તિશાળી માધ્યમ બની ગયું છે.
ડિજિટલ માધ્યમો બન્યા શિક્ષણના લોકશાહીકરણનું શક્તિશાળી માધ્યમ
મોંઘી ફી વિના અંતરિયાળ ગામડાના ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પડાતું હોવાની દલીલ
ટીવી ન્યૂઝ કરતાં શિક્ષકોના એક્સપ્લેનર વિડીયો તરફ વધતો દર્શકોનો ઝુકાવ : 30 થી 50 વર્ષના નાગરિકો પણ સનસનાટીભર્યા ન્યૂઝ છોડી સમાચાર પાછળનો સાચો સંદર્ભ શોધવા લાગ્યા
વળી સ્પર્ધાત્મક પરીક્ષાના મહત્વપૂર્ણ અભ્યાસ એટલે કે કરંટ અફેર્સ, પુસ્તકો વર્ષમાં એકવાર છપાય છે, પરંતુ દેશ-દુનિયામાં રોજ નવા કાયદા, આર્થિક નીતિઓ અને ભૌગોલિક પરિવર્તનો થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ માહિતી અનિવાર્ય છે. ટીવી ચેનલોએ આ માહિતી તટસ્થ રીતે આપવાની હતી, તે ખાલી જગ્યા આજે હજારો શિક્ષકો પોતાના વિશ્લેષણ અને સમજણ દ્વારા ભરી રહ્યા છે. કલાકોની મહેનત સઘન ચકાસણી બાદ અનેક ટીચરો રોજના તાજા અપડેસ્ટ્સનો પ્રોગ્રામ તૈયાર કરીને વિદ્યાર્થીને પીરસે છે અને આ રીતે વિદ્યાર્થીઓની કલાકોની મહેનત બચાવી લે છે તેથી વિદ્યાર્થીઓ અન્ય તૈયારી માટે વધુ સમય ફાળવી શકે છે.
મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આજે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ 30 થી 50 વર્ષની ઉંમરના અનેક પ્રૌઢ નાગરિકો પણ ટીવી ન્યૂઝ કરતાં શિક્ષકોના એક્સપ્લેનર અને વિશ્લેષણાત્મક વિડિયો જોવાનું પસંદ કરે છે. લોકો હવે માત્ર સમાચાર નહીં, પરંતુ સમાચાર પાછળનો સંદર્ભ અને સમજણ શોધી રહ્યા છે. ત્યારે પ્રશ્ર્ન એ પણ થાય કે શું યુટ્યુબ ટીચરોની વધતી લોકપ્રિયતાથી મીડિયા હાઉસ, પત્રકાર જગત ગભરાઈ રહ્યા છે અને તેનું આ રિએક્શન છે?
શિક્ષકોએ ટીવી પત્રકારત્વના ઘટી રહેલા સ્તર પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમના મતે આજના અનેક ન્યૂઝ ચેનલો જનહિતના પ્રશ્ર્નો કરતાં સનસનાટી, ચીસાચીસ અને રાજકીય ધ્રુવીકરણમાં વધુ રસ લે છે. 2000ની નોટોમાં ચિપ હોવાના દાવાથી લઈને જીવતી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી દેવા જેવી ભૂલો સુધીના અનેક ઉદાહરણોએ મીડિયાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે.
જનતાને શિક્ષિત કરવાના બદલે માત્ર સત્તા પક્ષના પ્રવક્તા બનીને બેસી રહેવું – એવા આક્ષેપો આજના ટીવી મીડિયાના એક મોટા વર્ગ સામે સતત થઈ રહ્યા છે. જ્યારે પત્રકારત્વ પોતાની ગરિમા ગુમાવે છે, ત્યારે સમાજ જ્ઞાન માટે યુટ્યુબ શિક્ષકો તરફ વળે છે.
એ પણ એક વાસ્તવિકતા છે કે જનતા હવે ટીવી પર પીરસાતી નકારાત્મકતા અને નકલી રાષ્ટ્રવાદથી કંટાળી ગઈ છે. આ જ કારણે મોટી ન્યૂઝ ચેનલોની ટીઆરપી (ઝછઙ) અને જાહેરાતો સતત ઘટી રહી છે અને ઘણી મીડિયા કંપનીઓ ખોટમાં ચાલી રહી છે.
વિવેચકોનો એક વર્ગ એવો પણ સવાલ ઉઠાવે છે કે જ્યારે મીડિયા સંસ્થાઓ સરકારની જાહેરાતો અને સત્તા-કેન્દ્રિત માહિતી વ્યવસ્થા પર વધુ નિર્ભર બનતી જાય છે, ત્યારે સત્તા સામે કઠોર પ્રશ્નો પૂછવાની તેમની ક્ષમતા પણ મર્યાદિત બનતી જાય છે. તેમના મતે ગઊઊઝ સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવનારા યુટ્યુબ શિક્ષકોને નિશાન બનાવવાની ઘટનાને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ. પરીક્ષા પ્રણાલીની ખામીઓ સામે ઊભા થયેલા પ્રશ્ર્નોનો સામનો કરવાને બદલે પ્રશ્નો ઉઠાવનારાઓને જ શંકાના ઘેરામાં મૂકવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ તેમના સમર્થકો કરે છે.
અંજના જેવા પત્રકારો જો શિક્ષકો માટે લાયકાત, જવાબદારીની અપેક્ષા રાખતા હોય તો ન્યૂઝ એન્કરો અને પત્રકારો માટે પણ જાહેર જવાબદારી, વ્યાવસાયિક ધોરણો અને નૈતિક આચારસંહિતા અંગે એટલી જ ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ.
આ સમગ્ર વિવાદ માત્ર એક એન્કર અને કેટલાક યુટ્યુબ શિક્ષકો વચ્ચેનો વિવાદ નથી. તે મુખ્ય પ્રવાહના પત્રકારત્વ અને ડિજિટલ જ્ઞાનજગત વચ્ચે ઊભા થયેલા વૈચારિક સંઘર્ષનું પ્રતીક છે. જ્યારે કોઈ પ્રભાવશાળી પત્રકાર સમગ્ર શિક્ષક સમુદાયને એક જ ત્રાજવે તોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે વિરોધ માત્ર સ્વાભાવિક જ નહીં, લોકશાહી સમાજ માટે જરૂરી પણ બની જાય છે.
આ ઘટનાનું કદાચ સૌથી મહત્ત્વનું પરિણામ એ છે કે દેશનો શિક્ષિત વર્ગ અને સમાજ ઘડતરના પાયારૂપ શિક્ષક સમુદાય હવે મીડિયા અંગે ખુલ્લેઆમ બોલવા લાગ્યો છે. વર્ષો સુધી મીડિયાના રાજકીયકરણ, સમાચાર અને પ્રચાર વચ્ચેની ઝાંખી થતી રેખા તથા મીડિયા-સરકારના સંબંધો અંગેની ચર્ચાઓ મોટાભાગે બંધ રૂમો, ખાનગી મંડળો અને અંગત વાતચીત પૂરતી મર્યાદિત રહેતી હતી. આજે એ જ પ્રશ્ર્નો જાહેર ચર્ચાના કેન્દ્રમાં આવી રહ્યા છે. શિક્ષકો, જેઓ સામાન્ય રીતે પોતાના વિષય અને વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત રહેતા હતા, તેઓ હવે મીડિયા, લોકશાહી અને જાહેર જવાબદારી જેવા મુદ્દાઓ પર પણ નિર્ભયતાથી અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક નિરીક્ષકોના મત મુજબ તાજેતરમાં એક ન્યાયાધીશની ટિપ્પણીએ “કોક્રોચ જનતા પાર્ટી” માટે વાતાવરણ ઊભું કર્યું, તેનાથી જાહેર જીવનમાં સત્તા અને સંસ્થાઓ અંગે ખુલ્લેઆમ પ્રશ્ર્ન પૂછવાની માનસિકતા મજબૂત બની. વિસંગતિ એ છે કે એક પત્રકારના નિવેદને શિક્ષક સમુદાયને પણ વધુ સ્પષ્ટ અને વધુ સંગઠિત રીતે બોલતો કરી દીધો. જે મુદ્દાઓ પહેલાં ધીમા અવાજે ચર્ચાતા હતા, તે આજે ખુલ્લેઆમ લખાઈ અને બોલાઈ રહ્યા છે.
સમાજમાં શિક્ષકનું સ્થાન માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત નથી. શિક્ષક વિચારશક્તિ, પ્રશ્ર્ન પૂછવાની ક્ષમતા અને તર્કબુદ્ધિનું પણ નિર્માણ કરે છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે શિક્ષક સમુદાયને સામૂહિક રીતે અપમાનિત કરવાનો પ્રયાસ થયો, ત્યારે તેનો પ્રતિસાદ માત્ર વ્યક્તિગત રોષ સુધી સીમિત રહ્યો નહીં, પરંતુ મીડિયા, સત્તા, જવાબદારી અને લોકશાહી અંગેની વધુ વ્યાપક ચર્ચામાં પરિવર્તિત થયો. પ્રભાવ, પદ અને પ્રસારણના સાધનો સમય સાથે બદલાતા રહે છે, પરંતુ વિશ્વસનીયતા અને નૈતિક અધિકાર સતત પરીક્ષામાંથી પસાર થાય છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
Next Article રેસકોર્સમાં ઉંદરોનો આતંક અટકાવવા તંત્રની ચોકીદારી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?