By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    13 seconds ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    29 minutes ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    15 minutes ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    33 minutes ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
બિઝનેસરાષ્ટ્રીય

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

Khaskhabar Editor
Last updated: 2026/05/29 at 4:01 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

પટના અને મુંબઈની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં ગંભીર ચર્ચા બાદ ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાના સંકેત

કાગળની નોટો કરતા 4 ગણી વધુ ટકાઉ અને નકલ કરવી અશક્ય; ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિતના દેશો વર્ષોથી વાપરે છે પોલીમર કરન્સી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29

ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈ (ઞઙઈં) ના આ આધુનિક જમાનામાં પણ દેશમાં રોકડની માંગ સતત વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં) ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલીમર બેંકનોટ્સ (ઙજ્ઞહુળયિ ઇફક્ષસક્ષજ્ઞયિંત) લોન્ચ કરવાની યોજના પર સઘન કામ કરી રહી છે. હાલમાં પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં આ અંગે ખૂબ જ ગંભીર અને સકારાત્મક ચર્ચા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ દેશના પસંદગીના શહેરોમાં આ પ્લાસ્ટિક નોટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. દેશમાં રોકડનો વપરાશ વધવાની સાથે આરબીઆઈ પર ચલણી નોટોના વ્યવસ્થાપનનો આર્થિક અને ઓપરેશનલ બોજ સતત વધી રહ્યો છે, જે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. આરબીઆઈના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં બેંકનોટ છાપવાનો ખર્ચ તીવ્ર ઉછાળા સાથે રૂ. 6,372.8 કરોડ પર પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે રૂ. 5,101.4 કરોડ હતો. દેશમાં ચલણમાં રહેલી કુલ રોકડ મે મહિનાના મધ્ય સુધીમાં રેકોર્ડ 42.86 ટ્રિલિયન પર પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 11.5% નો મોટો વધારો દર્શાવે છે. વધુમાં, માત્ર એક જ વર્ષમાં બજારમાંથી 23.8 અબજ જેટલી મેલી કે ફાટેલી નોટો પાછી ખેંચવી પડી હતી, જેમાં 500 ની નોટોનો હિસ્સો સૌથી વધુ હતો.
વધુ ટકાઉ ક્ષમતા: પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલીમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે.
વૈશ્વિક રિપોર્ટ્સ અનુસાર, પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં 2.5 થી 4 ગણી વધુ ટકાઉ હોય છે અને તે સામાન્ય વપરાશમાં સરળતાથી ફાટતી નથી.
ખાસ મટીરીયલ અને સિક્યોરિટી: આ નોટો ખાસ પ્રકારની ’બાય-એક્સિઅલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલિન ફિલ્મ’માંથી બનાવવામાં આવે છે.
જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ, તેલ કે બેક્ટેરિયાની કોઈ જ નકારાત્મક અસર થતી નથી. પોલીમર નોટોમાં અત્યંત અદ્યતન એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ અને ખાસ કેમિકલયુક્ત સ્યાહીનો ઉપયોગ થાય છે, જેથી બજારમાં તેની નકલ કે ડુપ્લિકેટ નોટો બનાવવી તદ્દન અશક્ય બની જાય છે.
હજારો કરોડની બચત: પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ સામાન્ય કાગળની નોટો કરતા ભલે બમણો થતો હોય, પરંતુ તેનું આયુષ્ય ઘણું લાંબુ હોવાથી તે વારંવાર છાપવી પડતી નથી. પરિણામે લાંબા ગાળે સરકારના હજારો કરોડ રૂપિયાના આંધણ બચે છે.

ભારતમાં અગાઉ થયેલો અસફળ પ્રયાસ અને વૈશ્ર્વિક સ્થિતિ

- Advertisement -

આરબીઆઈએ આ પૂર્વે ઓક્ટોબર 2009 માં ₹10 ની કિંમતની 1 અબજ પ્લાસ્ટિક નોટો બહાર પાડવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્યારબાદ વર્ષ 2015-16 માં દેશના પાંચ અલગ-અલગ આબોહવા ધરાવતા શહેરો મૈસૂર, શિમલા, જયપુર, કોચી અને ભુવનેશ્વરમાં આ નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવાની પણ યોજના હતી. જોકે, તે સમયે કેટલીક ટેકનિકલ ખામીઓ અને એટીએમ (અઝખ) મશીનોની ઓપરેશનલ સિસ્ટમ અનુકૂળ ન હોવાને કારણે આખો પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. હવે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે આપણું બેંકિંગ ઈકોસિસ્ટમ અને એટીએમ ઓથેન્ટિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે અપગ્રેડ અને હાઈટેક થઈ ચૂકી છે, જેથી હવે આ પાયલોટ પ્રોજેક્ટને ભારતમાં સરળતાથી અમલી બનાવી શકાશે. વિશ્વ સ્તરે વાત કરીએ તો, દુનિયામાં સૌથી પહેલા વર્ષ 1988 માં ઓસ્ટ્રેલિયાએ પોલીમર નોટોની શરૂઆત કરી હતી અને 1996 સુધીમાં તે પોતાના દેશમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિક કરન્સી પર શિફ્ટ થઈ ગયું હતું. હાલમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત બ્રિટન (ઞઊં), કેનેડા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, માલદીવ્સ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા વિશ્વના અનેક પ્રગતિશીલ દેશો કાગળને બદલે પ્લાસ્ટિકની નોટોનો જ વર્ષોથી સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

You Might Also Like

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિલ્ડરોનો બાંધકામ ખર્ચ 25% વધી ગયો કાચામાલમાં ભાવ વધારો અને તંગી, શ્રમિકોની અછતથી પ્રોજેક્ટમાં માર્જિન ઘટ્યો
Next Article કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 13 seconds ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?