31 વર્ષનો અતૂટ વિશ્ર્વાસ અને 550થી વધુ સ્ટોર્સનું નેટવર્ક
સ્પીડવેલ ચોકમાં નવનિર્મિત શૉ રૂમ ખુલ્લો મુકાયો; યોગેશભાઈ પુજારા રહ્યા ઉપસ્થિત
- Advertisement -
31મી સુધી સ્માર્ટફોન અને અઈની ખરીદી પર સૌથી મોટી ઓફર્સ; ઓપનિંગના પ્રથમ દિવસે જ ગ્રાહકોનો ભારે ધસારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની મોબાઈલ રીટેલ ઇન્ડસ્ટ્રીના અગ્રણી રીટેલર પુજારા ટેલીકોમ દ્વારા રાજકોટના સ્પીડવેલ ચોક, સુવર્ણભૂમિ કોમ્પ્લેક્ષ ખાતે નવનિર્મિત અને અદ્યતન મોબાઈલ, ઈલેક્ટ્રોનિક અને ટેક સ્ટોરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે પુજારા ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારા, મેનેજીંગ ડીરેક્ટર રાહિલ પુજારા સહિત પુજારા ટેલીકોમ પરિવારના સભ્યો અને આમંત્રિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવનિર્મિત સ્ટોર પર 27 મે થી શરૂ કરીને 31 મે સુધી દરેક ખરીદી પર સૌથી મોટા ફાયદા વાળી ઓફર્સ આપવામાં આવી રહી છે. શુભારંભના પ્રથમ દિવસે જ આ ઓફર્સનો લાભ લેવા માટે ગ્રાહકોનો જબરો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને બહોળી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાલમાં એપલ આઈફોન અને સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન પર ખાસ અપગ્રેડ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ચાલુ વર્ષની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને એર કંડિશનર (અઈ) અને અન્ય ટેક એસેસરીઝની ખરીદી પર પણ આકર્ષક ઓફર્સ જાહેર કરવામાં આવી છે.
પુજારા ટેલીકોમના આ સ્ટોરના શુભારંભ પ્રસંગે પુજારા ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારા, મેનેજીંગ ડીરેક્ટર રાહિલ પુજારા અને પુજારા ટેલીકોમ પરિવારના સભ્યો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પુજારા ટેલીકોમના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, સુવર્ણભૂમિ સ્ટોરને તાજેતરમાં જ રીનોવેટ કરીને સંપૂર્ણ નવો લુક આપવામાં આવ્યો છે, જેને ગ્રાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 31થી વધુ વર્ષોથી ગ્રાહકોનો જે અતૂટ પ્રેમ અને વિશ્વાસ મળી રહ્યો છે, તેના કારણે જ આજે પુજારા ટેલીકોમ 550થી વધુ સ્ટોર્સ સાથે પશ્ચિમ ભારતની સૌથી મોટી અને વિશ્વાસપાત્ર મોબાઈલ તથા ટેક રીટેલ ચેઈન તરીકે ઉભરી આવી છે.



