By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 day ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    4 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CNGમાં ₹2નો ભાવવધારો
    55 minutes ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    56 minutes ago
    ફરી યુદ્ધ ભડક્યું
    1 hour ago
    રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!
    1 hour ago
    સોશિયલ મીડિયા પર ધમાકો મચાવનાર કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટમાં: X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક પહોંચ્યા અદાલત
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    52 minutes ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 day ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    3 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    4 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    4 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

Khaskhabar Editor
Last updated: 2026/05/26 at 2:11 PM
Khaskhabar Editor 3 hours ago
Share
3 Min Read
SHARE

કેનેડા અને અમેરિકામાં રહેતા સાઉથ એશિયન (મુખ્યત્વે ભારતીય મૂળના) વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને ડરાવતી એક મોટી આંતરરાષ્ટ્રીય ગેંગનો કેનેડાની પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સોમવારે આ ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા 17 બદમાશોની ધરપકડ કરવાની જાહેરાત કરી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ પર વેપારીઓ પાસે મોટી રકમની ખંડણી માંગવી, આતંક ફેલાવવા અંધાધૂંધ ગોળીબાર કરવો અને દુકાનો-ઘરોમાં આગચંપી કરવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે.

‘ફોર બ્રધર્સ’ ગેંગથી ફેલાવ્યો હતો આતંક

- Advertisement -

ટોરોન્ટોની પીલ પોલીસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, પકડાયેલા મોટાભાગના આરોપીઓ ‘ફોર બ્રધર્સ’ (For Brothers) નામે ઓળખાતા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્કનો હિસ્સો છે. આ ગેંગ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ડરાવી-ધમકાવીને તેમજ હિંસા ફેલાવીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાનું મોટું રેકેટ ચલાવતી હતી. આ તપાસ બાદ પોલીસે તેમના આખા નેટવર્કને તોડી પાડ્યું છે.

અમેરિકા અને કેનેડાના આ વિસ્તારો હતા નિશાન પર

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ગેંગે કેનેડાના બ્રામ્પટન, મિસીસાગા, કેલેડોન અને બ્રિટિશ કોલંબિયા તેમજ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહેતા સાઉથ એશિયન સમુદાયના લોકોને જ ખાસ ટાર્ગેટ કર્યા હતા. કેનેડામાં વસતા ભારતીય પ્રવાસીઓ પર વિદેશી શૂટરો દ્વારા હિંસક હુમલા કરવા અને ધમકીઓ આપવાનો આ તાજેતરનો સૌથી મોટો મામલો છે. આ સિવાય, છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ભારતીય મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયોમાં ચિંતાનો માહોલ છે.

- Advertisement -

24 ગુનાહિત ઘટનાઓ અને 324 બુલેટનું ફાયરિંગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાહિત નેટવર્ક કુલ 24 હિંસક ઘટનાઓમાં સામેલ હતું, જેમાંથી 14 બનાવો તો સીધા ‘ફોર બ્રધર્સ’ ગેંગે જ અંજામ આપ્યા હતા. વેપારીઓમાં પોતાનો ખોફ ઊભો કરવા માટે આ ગેંગે અલગ-અલગ જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 324 જેટલી ગોળીઓ ચલાવી હતી. જ્યારે રેસ્ટોરાં અને ટ્રકિંગ કંપનીઓના માલિકોએ ખંડણી આપવાની ના પાડી, ત્યારે તેમના પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા. આ ગેંગનો આતંક એટલો હતો કે ઓન્ટારિયોના કેલેડોનમાં એક ઘર પર ફાયરિંગ અને આગચંપી કર્યાની થોડી જ મિનિટોમાં, તેમણે બ્રામ્પટનમાં આવેલી એક કંપનીને પણ પોતાનો શિકાર બનાવી લીધી હતી.

ધરપકડ કરાયેલા લોકોમાંથી કોઈ કેનેડાનો નાગરિક નથી

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રામ્પટનના મેયરએ ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા 17 આરોપીઓમાંથી એક પણ વ્યક્તિ કેનેડાનો નાગરિક નથી. કેનેડા સરકાર હાલમાં પોતાની ધરતી પર ચાલતા આવા આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક પર કડક કાર્યવાહી કરી રહી છે. અગાઉ, ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ‘બિશ્નોઈ ગેંગ’ અને ચીન તરફથી થતી વિદેશી દખલગીરી સામે પણ કેનેડાએ સકંજો કસ્યો હતો.

ભોળા વિદ્યાર્થીઓને બનાવતા હતા શિકાર

અહેવાલો અનુસાર, કેનેડામાં ઈન્ડો-કેનેડિયન સમુદાયને નિશાન બનાવતી આ ખંડણીખોર ગેંગ પાછળ વિદેશી સંગઠિત ગુનેગારોનો હાથ છે. આ ગુનેગારો કેનેડાની નકલી લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (કોલેજો) અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટની દુકાનો દ્વારા આચરવામાં આવતી મોટી છેતરપિંડીનો ફાયદો ઉઠાવે છે. તેઓ ત્યાં ભણવા આવતા અને આર્થિક રીતે નબળા એવા વિદ્યાર્થી પ્રવાસીઓને ફસાવીને, ડરાવી-ધમકાવીને પોતાની ખંડણી વસૂલતી ટોળકીમાં સામેલ કરી દેતા હતા.

You Might Also Like

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત

TAGGED: For Brothers Gang Arrest Canada
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ
Next Article રણવીર સિંહને હવે કોઈ ફિલ્મમાં નહીં લે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીની મચ્છુ નદીના કાંઠે 1200 વીઘામાં 500 લોકોએ 37 દિવસમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત
ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
‘જૈન સ્વીટ’માં લોકોના આરોગ્ય સાથે ચેડાં: વાસી લોટ, પડતર સમોસા – પપૈયાનો નાશ કરાયો
રિનોવેશનના નામે માર્કેટ ખાલી કરાવી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર બુલડોઝર ફેરવાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?