માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલમાં દિકરીઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો
વૈદિક શિક્ષાજ્ઞાન અને સોળ સંસ્કારની માહિતીની સાથે સોશિયલ મીડિયાની ખરાબ અસરો, લવ જેહાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિચય, પંચ પરિવર્તન વિષયો પર માર્ગદર્શન અપાયું
- Advertisement -
સમાજની દીકરીઓના શારીરિક માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે દર વર્ષે મે મહિનામાં ચાર દિવસનો કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ સંકુલમાં નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ-ગુજરાત દ્વારા આયોજિત ચાર દિવસીય નિવાસી પ્રશિક્ષણ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સમાજની દીકરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના હેતુથી દર વર્ષે મે મહિનામાં યોજાતા આ પ્રશિક્ષણ વર્ગમાં આ વર્ષે રાજ્યભરની સમાજની 205 દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન દીકરીઓને આત્મરક્ષા માટે કરાટે, દંડ યુદ્ધ અને તલવારબાજી જેવી વિવિધ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે સાથે વૈદિક શિક્ષાજ્ઞાન અને સોળ સંસ્કાર વિશે માર્ગદર્શન આપી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજના સમયમાં યુવાનોને અસર કરતા મહત્વપૂર્ણ વિષયો જેમ કે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો, લવ જેહાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિચય તેમજ પંચ પરિવર્તન જેવા મુદ્દાઓ પર પણ માહિતીસભર સત્રો યોજાયા હતા. સમાજમાં જાગૃત અને સંસ્કારી પેઢીનું નિર્માણ થાય તે હેતુથી આયોજિત આ વર્ગને ઉપસ્થિત દીકરીઓ અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે અનેક દાતાઓએ સહયોગ આપ્યો હતો. મુખ્ય ભોજન દાતાઓ તરીકે ચમનભાઈ ભવાનભાઈ સિંધવ હસ્તે દર્શનસિંહ ચમનભાઈ સિંધવ, રાજ શક્તિ ક્ધસ્ટ્રક્શન તથા પુંજાભાઈ કાળાભાઈ ડાભી હસ્તે રમેશભાઈ અને નરેશભાઈ (ડી.કે. એન્ટરપ્રાઇઝ, રાજકોટ) તરફથી દાન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્રવિણસિંહ ચાવડા, પ્રવીણભાઈ ભાલૈયા, મનુભાઈ પાવરા, નારણભાઈ સગર, લાલજીભાઈ ચાવડા, રિદ્ધિ સિદ્ધિ જાદવ, ભરતસિંહ સિંધવ, મનસ્વીબા સિંધવ, નરકેસરી પ્રકાશન, જેઠબા પરમાર, મનુભાઈ ચાવડા, જાદવ યુગ પરમાર અને આરતીબા પરમાર સહિતના દાતાઓએ પણ ઉદાર સહયોગ આપ્યો હતો. વર્ગનું સંપૂર્ણ આયોજન ડો. કોમલબા ચાવડા તેમજ સમિતિના ઉપપ્રમુખ ગીતાબા ડોડના માર્ગદર્શન હેઠળ મિત્તલબા સિંધવ, અસ્મિતાબા ડોડીયા, પ્રીતિબા ચાવડા, તૃષાબા રાજપુત, હેતલબા ચાવડા, રક્ષાબેન, ચંદ્રિકાબેન અને ઉમાબેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજની દીકરીઓમાં આત્મવિશ્વાસ, સંસ્કાર અને રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થાય તેવા હેતુસર આવનારા વર્ષોમાં પણ આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન સતત કરવામાં આવશે.



