બંગાળમાં શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બનતાં જ ગૌહત્યા પર પ્રતિબંધ, ઈઅઅ લાગુ, ઇજઋને ફેન્સિંગ માટે જમીન સહિતના મહત્વના નિર્ણય ધડાધડ લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળ સરકારે રાજ્યના લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત કર્યું છે. આ આદેશ 19 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ માહિતી ગુરુવારે સામે આવી હતી.
સરકારના આદેશ મુજબ,આ નિયમ સરકારી મોડેલ મદરેસાઓ, સરકારી સહાયતા અને બિન-સહાયતા માન્યતા પ્રાપ્ત મદરેસાઓ પર તાત્કાલિક લાગુ પડશે. નવા આદેશ બાદ હવે વર્ગ શરૂ થાય તે પહેલાં સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી)માં વંદે માતરમ ગાવું ફરજિયાત રહેશે.
આ પહેલાં મદરેસાઓમાં સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ અને કવિ ગુલામ મુસ્તફાનું ‘અનંત અસીમ પ્રેમમય તુમી’ (બંગાળી ગીત) ગાવામાં આવતું હતું. હવે તમામ મદરેસાઓએ આ આદેશનો અમલ કર્યા બાદ તેનો રિપોર્ટ પણ વિભાગને સોંપવો પડશે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા મજબૂત કરવા અને વાડ (ફેન્સિંગ) કરવા માટે સીમા સુરક્ષા દળ (ઇજઋ) ને 45 દિવસની અંદર 600 એકર જમીન આપવામાં આવશે, જેનાથી સરહદ સંબંધિત જૂનો વિવાદ સમાપ્ત થશે.
શુભેન્દુ અધિકારીના મહત્ત્વનાં નિર્ણય
બંગાળમાં ઈઅઅની પ્રક્રિયા શરૂ- ઈઅઅ હેઠળ આવતા 7 સમુદાયો અને 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં આવેલા લોકોને નાગરિકતા કાયદાનો લાભ મળશે. પોલીસ તેમને અટકાયતમાં લઈ શકશે નહીં.
આયુષ્માન ભારત અને કેન્દ્રીય યોજનાઓનો અમલ કરવો- પશ્ર્ચિમ બંગાળ સરકાર હવે કેન્દ્ર સરકારની ‘આયુષ્માન ભારત’ યોજના સાથે જોડાઈ ગઈ છે, જેના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.
વસ્તી ગણતરી શરૂ કરવાનો નિર્ણય- રાજ્યમાં લાંબા સમયથી અટકેલી વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવા માટે વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જૂન 2025ના આ આદેશ પર અગાઉની સરકારે કોઈ પગલું ભર્યું ન હતું.
સરકારી નોકરીઓની વય મર્યાદામાં છૂટછાટ- સરકારી નોકરીઓ અને શિક્ષક ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોને મોટી રાહત આપતા સરકારે અરજીની વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
અધિકારીઓને કેન્દ્રીય ટ્રેનિંગ પર મોકલવાની મંજૂરી- જૂની નીતિ બદલીને હવે રાજ્યના ઈંઅજ, ઈંઙજ અને ઠઇઙજ અધિકારીઓને કેન્દ્ર સરકારના ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
ભારતીય ન્યાય સંહિતા અપનાવવી- સરકારે રાજ્યમાં નવા કેન્દ્રીય ફોજદારી કાયદાઓ (જેમ કે ભારતીય ન્યાય સંહિતા) ને સંપૂર્ણપણે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ કાયદાઓ જૂના ઈંઙઈ અને ઈઙિઈનું સ્થાન લેશે, જેને અગાઉની સરકારે રાજ્યમાં સત્તાવાર રીતે લાગુ કર્યા ન હતા.
હિંસા પીડિત ભાજપ કાર્યકરોના પરિવારોને મદદ- વર્ષ 2021 ની ચૂંટણી હિંસામાં માર્યા ગયેલા 321 ભાજપ કાર્યકરોના પરિવારોને સરકારી નોકરી અથવા આર્થિક મદદ આપવામાં આવશે. આ સાથે, સરકાર આ કેસોની ફરીથી તપાસ કરાવવા અને પીડિત પરિવારોને સંપૂર્ણ કાનૂની સહાય પૂરી પાડવા માટે પણ તૈયાર છે.
ધર્મ આધારિત કલ્યાણકારી યોજનાઓ બંધ કરી- મદરેસા વિભાગ અને અન્ય ધર્મો સાથે સંકળાયેલી નાણાકીય સહાય યોજનાઓને જૂન મહિનાથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હવે કોઈ ભેદભાવ વિના બધા માટે સમાન યોજનાઓ ચલાવશે.
અન્નપૂર્ણા યોજના- મહિલાઓ માટે 1 જૂનથી ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ થવા જઈ રહી છે, જેના હેઠળ તેમને દર મહિને 3,000 રૂપિયાની આર્થિક મદદ મળશે. આ ઉપરાંત 1 જૂનથી જ રાજ્યની સરકારી બસોમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવશે.
ગૌહત્યા પર નવી નોટિસ- સરકારે ગૌહત્યા સંબંધિત 1950ના કાયદા અને 2018ના કલકત્તા હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ‘ફિટનેસ સર્ટિફિકેટ’ વિના કોઈપણ પશુ-ભેંસની હત્યા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.



