મિડલ ઈસ્ટ યુદ્ધની ગંભીર અસર
ઇંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમ-ઓનલાઇન મિટિંગ અપનાવવા તથા ખાનગી વાહનોમાં ‘પુલીંગ’નો ઉપયોગ કરવા ઙખની સલાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હૈદરાબાદમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક સુરક્ષા માટે નાગરિકોને કેટલાક મહત્વના પગલાં ભરવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું, છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની ગંભીર અસર ભારત પર થઈ છે.
આપણી પાસે તેલના મોટા કૂવા નથી, તેથી આપણે પેટ્રોલ-ડીઝલ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં સોનું માત્ર ઘરેણું નથી, પણ સુરક્ષા અને પરંપરાનું પ્રતીક છે. પરંતુ વર્તમાન વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશી મુદ્રા બચાવવા અને સંસાધનોનો સંયમપૂર્વક ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
ભારતીયો માટે સોનાથી દૂર રહેવું સરળ નથી, કારણ કે તે ભાવનાઓ સાથે જોડાયેલું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાનની આ અપીલ દેશહિતમાં છે. જો રોકાણની સંસ્કૃતિ બદલાય અને લોકો ડિજિટલ વિકલ્પો તરફ વળે, તો ભારત આર્થિક રીતે વધુ સદ્ધર બની શકે છે.
વડાપ્રધાન મોદીની 10 મોટી અપીલ…
- Advertisement -
વૈશ્ર્વિક યુદ્ધની અસર: વૈશ્વિક સંઘર્ષોની ભારત પર ગંભીર આર્થિક અસર થઈ છે તે સમજવી જરૂરી છે.
તેલ સંકટ: સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી ઈંધણના સંસાધનોની તંગી છે.
વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
ઈંધણની બચત: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવાનો સંકલ્પ કરો.
પબ્લિક ટ્રાન્સપોર્ટ: જ્યાં મેટ્રો કે અન્ય જાહેર પરિવહન ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરો.
કાર પૂલિંગ: જો ખાનગી વાહન જરૂરી હોય, તો વધુ લોકોને સાથે લઈને મુસાફરી કરો.
વિદેશ પ્રવાસ ટાળો: એક વર્ષ સુધી વિદેશ ફરવા જવા કે ત્યાં લગ્નોમાં જવાનું ટાળો, તેના બદલે દેશમાં જ પર્યટન કરો.
વિદેશી મુદ્રાની બચત: બિનજરૂરી ખર્ચ ઘટાડી દેશની આર્થિક મજબૂતીમાં યોગદાન આપો.
સોનું ખરીદવાનું ટાળો: એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લો.
આત્મનિર્ભરતા: એવા પગલાં ભરો જે ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે.



