સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
11 તીર્થના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક
- Advertisement -
હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું: PM મોદી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ’સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા.
આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે ’સરદારધામ-3’નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધી. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ ’બંગાળ થીમ’ પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું: “આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. અહીં, હું હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને સમગ્ર માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.”
આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ 10થી 12 વર્ષની અંદર થયું છે.
- Advertisement -
PM મોદીનું મહાદેવને નમન: વિશેષ પૂજા કરી
સૂર્ય કિરણ ટીમે હૉક MK-132 વિમાનથી હવામાં હાર્ટશેપ બનાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ ‘બંગાળ થીમ’ પર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.



