ટેબલમાં ત્રીજા નંબરે પહોંચ્યું: અભિષેક શર્માએ ઈંઙકની બીજી સેન્ચ્યુરી ફટકારી, ઈશાન મલિંગાએ 4 વિકેટ ઝડપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
અભિષેકની સેન્ચુરિયન ઇનિંગના જોરે સનરાઇઝર્સ હૈદરાબાદએ ઈંઙક સીઝનમાં સતત ત્રીજી જીત મેળવી. ટીમે મંગળવારે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવ્યું. આ જીત સાથે જ જછઇં પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે આવી ગયું છે. રાજીવ ગાંધી ઉપ્પલ સ્ટેડિયમમાં 243 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટ પર 195 રન જ બનાવી શકી. ટોસ હારતા પહેલી બેટિંગ કરતા જછઇંએ 20 ઓવરમાં 2 વિકેટ પર 242 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ અણનમ 135 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 68 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. બંનેએ અણનમ 66 રનની ભાગીદારી કરી. અભિષેક સિવાય, ટ્રેવિસ હેડે 37 અને ઈશાન કિશને 25 રનનું યોગદાન આપ્યું. દિલ્હી તરફથી અક્ષર પટેલે એક વિકેટ ઝડપી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો. રન ચેઝમાં દિલ્હીએ 21 રન પર પાથુમ નિસાંકાની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેએલ રાહુલ અને નીતિશ રાણાએ 45 બોલમાં 86 રનની ભાગીદારી કરીને ઇનિંગ સંભાળી હતી. પરંતુ, કેએલ રાહુલ અને નીતિશ રાણાના આઉટ થયા પછી દિલ્હી મેચમાં વાપસી કરી શક્યું નહીં. ઈશાન મલિંગાએ 4 વિકેટ ઝડપી હતી. તેણે ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા (14 રન), ટ્રિસ્ટન સ્ટબ્સ (27 રન), નીતિશ રાણા (57 રન) અને ડેવિડ મિલર (0)ને પેવેલિયન ભેગા કર્યા. રાણા અને મિલરને સતત બોલ પર આઉટ કર્યા બાદ મલિંગા પાસે હેટ્રિકની તક હતી, પરંતુ તે ચૂકી ગયો.
અભિષેક શર્માની આતશબાજી જેવી સેન્ચ્યુરી: કોહલી-રોહિતને જે કરતાં 19 વર્ષ થયા, તે અભિષેકે 184 ઈનિંગ્સમાં કરી બતાવ્યું
અભિષેક શર્માએ 9મી ટી-20 સદી ફટકારીને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી. મંગળવારે અભિષેકે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી. તેણે કેએલ રાહુલ અને નીતિશ રાણાના કેચ પકડીને મેચનો બાજી પલટી નાખી. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામ ઘણીવાર રેકોર્ડ યાદીમાં ટોચ પર જોવા મળે છે. પરંતુ હવે આધુનિક ક્રિકેટમાં અભિષેક શર્મા કોહલી યુગનો અંત લાવી રહ્યા હોય તેવું લાગે છે. T20 ફોર્મેટમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમના 19 વર્ષના કારકિર્દીમાં મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ અભિષેક શર્માએ ફક્ત 184 ઇનિંગ્સમાં તેમનો રેકોર્ડ તોડીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે.



