ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026ના રિપોર્ટમાં ચોકાવનારી વિગતો સામે આવી
પાકિસ્તાનમાં 2025 સૌથી ઘાતક વર્ષ, 1,139 મોતથી હાહાકાર
- Advertisement -
આતંકવાદી સંગઠનો માટે પાકિસ્તાન બન્યું હોટસ્પોટ: ૠઝઈંનો ખુલાસો
અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનના શાસન પછી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે અને તે હવે વૈશ્વિક રેન્કિંગમાં 11મા સ્થાને છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (ૠઝઈં) 2026 રિપોર્ટમાં દક્ષિણ એશિયાની સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન હવે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયું છે, જેમાં તેણે બુર્કિના ફાસોને પાછળ છોડ્યું છે.
રિપોર્ટ મુજબ, વર્ષ 2025 પાકિસ્તાન માટે છેલ્લા દાયકામાં સૌથી ઘાતક સાબિત થયું છે. દેશમાં કુલ 1,139 લોકોના મોત થયા હતા અને 1,045 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ હતી. 2020ની સરખામણીએ 2025માં હુમલાઓમાં છ ગણો વધારો નોંધાયો છે, જે સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવનારું છે. છેલ્લા 12 વર્ષથી પાકિસ્તાન સતત વિશ્વના ટોચના 10 પ્રભાવિત દેશોમાં રહ્યું છે.
પાકિસ્તાનમાં આતંકવાદ વધવા પાછળ અફઘાનિસ્તાનમાં તાલિબાનના પુનરાગમનને મુખ્ય કારણ માનવામાં આવે છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ઝઝઙ) જેવા સંગઠનો અફઘાન જમીનનો ઉપયોગ સુરક્ષિત આશ્રયસ્થાન અને તાલીમ કેન્દ્ર તરીકે કરી રહ્યા છે. 2025માં ઝઝઙના હુમલાઓમાં 24%નો વધારો નોંધાયો હતો, જેમાં 637 લોકોના મોત થયા-2011 પછીનો સૌથી ઊંચો આંકડો.
તે ઉપરાંત, બલુચિસ્તાન લિબરેશન આર્મી (ઇકઅ) દ્વારા પણ પાકિસ્તાનમાં અશાંતિ વધી છે. ક્વેટા નજીક જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ, જેમાં 442 લોકોને બંધક બનાવાયા હતા, તે વર્ષ 2025ની સૌથી મોટી આતંકવાદી ઘટનાઓમાંની એક રહી હતી.
બીજી તરફ, ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે 13મા ક્રમે હોવા છતાં, ભારતે સુરક્ષા વ્યવસ્થામાં મજબૂત સુધારો દર્શાવ્યો છે. ભારતનો ૠઝઈં સ્કોર 6.428 રહ્યો છે અને 2025માં આતંકવાદી હુમલાઓમાં 43%નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા દાયકામાં ભારતના સ્કોરમાં 0.415 પોઇન્ટનો સુધારો થયો છે. દક્ષિણ એશિયા હજુ પણ વિશ્વનો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત પ્રદેશ ગણાય છે, જ્યાં સરેરાશ સ્કોર 3.465 છે. છતાં, આ પડકારજનક પરિસ્થિતિમાં ભારતનું પ્રદર્શન તેના પડોશી દેશોની સરખામણીએ નોંધપાત્ર રીતે સારું
રહ્યું છે.
રિપોર્ટમાં બાંગ્લાદેશ અને નેપાળના ઉદાહરણોને ખાસ રીતે રેખાંકિત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશે આતંકવાદી હુમલાઓમાં 100% ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે નેપાળે 2025માં સતત ત્રીજા વર્ષે એક પણ આતંકવાદી ઘટના નોંધાઈ નથી.
અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનના શાસન પછી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે અને તે હવે વૈશ્વિક રેન્કિંગમાં 11મા સ્થાને છે.
આ સાથે, ૠઝઈં રિપોર્ટ ચેતવણી આપે છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે મોટા પાયે લોકોના વિસ્થાપનની શક્યતા ઊભી થઈ શકે છે.
સરહદ પર નિયંત્રણ નબળું પડવાથી આતંકવાદી સંગઠનો માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જે આગામી સમયમાં પ્રદેશ માટે વધુ પડકારરૂપ બની શકે છે.



