ટીમ ઈન્ડિયાની જીત પાછળ રાજકોટના સિતાંશુ કોટકનો મહત્વનો ફાળો
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોચિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો, વર્ષ 2014માં સૌરાષ્ટ્ર ટીમના કોચ બન્યા
- Advertisement -
વર્ષ 2017માં ઈંઙક ટીમ ગુજરાત લાયન્સના આસિસ્ટન્ટ કોચ તરીકે ફરજ નિભાવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પ્રતિભાશાળી ક્રિકેટર સિત્તાંશુ હરગોવિંદભાઈ કોટક આજે ભારતીય ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ કોચ તરીકે ઓળખાય છે. 19 ઓક્ટોબર 1972ના રોજ રાજકોટમાં જન્મેલા ડાબોડી બેટર કોટકે લાંબા સમય સુધી સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
કર્યું હતું.
1992થી 2013 સુધીની પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં કોટકે 130 મેચોમાં 41.76ની સરેરાશ સાથે 8,061 રન બનાવ્યા હતા, જેમાં 15 સદી અને 55 અડધી સદીનો સમાવેશ થાય છે. બેટિંગ સિવાય બોલિંગમાં પણ તેઓ ઉપયોગી સાબિત થયા હતા અને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 70 વિકેટ ઝડપી હતી.
તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી 20 વર્ષની હતી. તેઓ 2013માં નિવૃત્ત થયા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે કોચિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો. ઇઈઈઈં અને ઊઈઇના લેવલ-1 અને લેવલ-2 કોચિંગ કોર્સ પૂર્ણ કર્યા બાદ 2014માં તેઓ સૌરાષ્ટ્ર ટીમના કોચ બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રએ નોંધપાત્ર સફળતા મેળવી અને 2020માં રણજી ટ્રોફીનું ઐતિહાસિક ટાઇટલ જીત્યું. 2019માં તેમને ઈન્ડિયા-એ ટીમના હેડ કોચ તરીકે નિમવામાં આવ્યા હતા. ઉપરાંત તેઓ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (ગઈઅ)માં બેટિંગ કોચ તરીકે પણ કાર્યરત રહ્યા છે. 2017માં તેઓ ઈંઙક ટીમ ગુજરાત લાયન્સના આસિસ્ટન્ટ કોચ પણ રહ્યા હતા. ઇઈઈઈંએ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફમાં તેમને ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. સિત્તાંશુ કોટક પોતાની કારકિર્દી વિશે વાત કરતાં તેઓ કહે છે કે ડોમેસ્ટિક ક્રિકેટએ જ મને શીખવ્યું કે લાંબી ઇનિંગ કેવી રીતે રમવી અને ટીમ માટે જવાબદારી કેવી રીતે લેવી.
કોટક વધુમાં કહે છે કે કોચ તરીકે મારું મુખ્ય ધ્યાન ખેલાડીઓની ટેકનિક સુધારવા સાથે તેમના માઇન્ડસેટને મજબૂત બનાવવાનું રહે છે. ક્રિકેટ માત્ર કુશળતાનો નહીં પરંતુ માનસિક શક્તિનો પણ ખેલ છે. ટીમ સાથે કામ કરવાનો અનુભવ શેર કરતાં કોટક કહે છે કે દરેક ખેલાડીની પોતાની શૈલી હોય છે. કોચ તરીકે મારું કામ તેમની શક્તિઓને વધુ મજબૂત બનાવવાનું છે. તેઓ સંજુ સેમસનની ટેકનિક પર ખાસ કામ કરી ચૂક્યા છે અને રિંકુ સિંહ જેવા યુવા ખેલાડીઓના વિકાસમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ક્રિકેટ વર્તુળોમાં એવું માનવામાં આવે છે કે તાજેતરની ટુર્નામેન્ટોમાં ભારતીય ટીમની સફળતા પાછળ ખેલાડીઓની સાથે કોચિંગ સ્ટાફનું પણ મહત્વનું યોગદાન છે. રાજકોટના સિત્તાંશુ કોટકનું નામ આજે ભારતીય ક્રિકેટમાં એવા કોચ તરીકે લેવાય છે, જેમણે ખેલાડીઓની બેટિંગ ટેકનિક અને આત્મવિશ્વાસ બંનેને નવી દિશા આપી છે. ક્રિકેટ પ્રેમીઓ માટે ગૌરવની વાત એ છે કે રાજકોટની ધરતી પરથી ઉછરેલો એક ખેલાડી આજે ટીમ ઈન્ડિયાના બેટિંગ વિભાગને મજબૂત બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે.
- Advertisement -
બેટિંગ લાઇનને મજબૂત બનાવવામાં રાજકોટના સિત્તાંશુ કોટકની ભૂમિકા
જીત બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટક સહિતના મેદાન પર ઉતર્યાં હતાં અને ઉજવણી કરી હતી
વર્ષ 2019માં ઈન્ડિયા અ ટીમના હેડ કોચ તરીકે નિમણૂક બાદ વર્ષ 2025માં ઇન્ડિયા ટીમના બેટીંગ કોચ બન્યા