હોળી-ધૂળેટી પર્વ પહેલા દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી; રૂ.68.65 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ) એ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પીઆઈ આર.કે. કરમટાની ટીમે પીપાવાવ મરીન પોલીસ વિસ્તારમાં ત્રાટકીને ઘઉંની આડમાં છુપાવેલી દારૂની કુલ 15,178 બોટલો કબજે કરી હતી.
આ કામગીરીમાં પોલીસે ₹46.88 લાખનો દારૂ, ટ્રક અને બોલેરો સહિત કુલ ₹68,65,710નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિજય વાગોરાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય 8 આરોપીઓને પકડી પાડવા તપાસ તેજ કરી છે. નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડાથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.



