અઈમાં શૉક સર્કીટથી આગ લાગી હોવાનું તારણ: ચોક્કસ કારણ જાણવા ઋજકની મદદ લેવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે ગત રાત્રે આગ લાગતા નાશભાગ મચી ગઈ હતી આગને કારણે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી બનાવ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જયારે ઘરની અંદર રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્રને ગૂંગળામણના કારણે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં ટૂંકી સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે એસીમાં શોટ સર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન છે પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી છે.
રાજકોટ રાજકોટના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગ્યાની ઘટના સામે આવતા તુરંત જ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી વી બોરીસાગર સહિતનો કાફલો રાત્રે દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં પેલેસ રોડ પર વર્ધમાનનગરમાં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં રાત્રિના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઉભી હતી આગ એટલી વિકરાળ હતી કે હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાખ થઇ ગઈ હતી આગ લાગી ત્યારે ઘરની અંદર રૂમમાં 92 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમનો 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સુતા હતા તે બંનેને ગુંગળામણ થવાના કારણે બેભાન થઇ ગયા હતા અને બન્નેને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું પ્રાથમિક તપાસમાં એસીમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે ઋજકની મદદ લેવામાં આવશે. ઋજક રિપોર્ટ આવ્યા બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલ પૌત્ર સમીર ઘરે હાજર ન હોવાથી તે બચી ગયો છે. પોલીસ દ્વારા પીએમ સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી માતા-પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી
ગયો છે.
વૃદ્ધ વેપારીનો પુત્ર, પત્ની, બે બાળકો પ્રસંગમાં ગયા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રભાબેનને સંતાનમાં 4 પુત્ર અને 1 પુત્રી છે. જેમાં નરેન્દ્રભાઈ ત્રીજા નંબરનાં હતા. મૃતક નરેન્દ્રભાઈને સંતાનમાં એક પુત્ર નિલભાઈ અને પુત્રી કોમલબેન છે. કોમલબેનનાં લગ્ન થઈ ગયા હોય તે સાસરે છે. નરેન્દ્રભાઈ બંગડી બજારમાં કોમલ હેન્ડીક્રાફ્ટ નામે દુકાન ચલાવતા હતા ગઈકાલે રાત્રીના નરેન્દ્રભાઈનો પુત્ર તથા તેની પત્ની અને બે બાળકો સહિતના પરિવારજનો પ્રસંગમાં ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
- Advertisement -
ફાયર સ્ટાફે દરવાજા તોડીને જોયું તો બંને બેભાન હતા
બિલ્ડીંગના ચોકીદાર વિક્રમભાઈ અને ત્યાંનાં રહેવાસી સંજયભાઈને સૌ પ્રથમ આગ લાગ્યાની જાણ થઈ હતી. બારીના કાચ તૂટવાનો અવાજ થતા તેમજ ધુમાડો નીકળતા ધ્યાન પડ્યું હતું અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફ્લેટમાં કોઈ ફસાયું છે એવું જણાતા ફાયર બ્રિગેડે દરવાજા તોડી જોતા માતા – પુત્ર બેભાન પડ્યા હતા.



