બુધવારે વર્ષમાં એકવાર એકસાથે થતા પંચમુખારવિંદના દર્શન સાથે મહાશિવરાત્રી પર્વનું સમાપન
ખાસ-ખબર ન્યૂઝ ઉજ્જૈન
- Advertisement -
મહાશિવરાત્રી પર્વની રાત્રિએ ભગવાન મહાકાલેશ્ર્વર મંદિરમાં ચાર પ્રહરના પૂજન-અભિષેક અને અનુષ્ઠાન પછી સોમવારે ભગવાન મહાકાલને સેહરો (મુગટ) પહેરાવવામાં આવશે. આ દરમિયાન વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો. મહાશિવરાત્રી પર 4 લાખ શ્રદ્ધાળુઓએ મહાકાલના દર્શન કર્યા હતા. રવિવારે રાત્રે ભગવાન મહાકાલેશ્ર્વર મંદિરમાં રાત્રે 10:30 વાગ્યાથી ચાર કલાકનું પૂજન થયું. જેમાં એકાદશ-એકાદશની રુદ્રપાઠ અને વિવિધ મંત્રો દ્વારા 11 બ્રાહ્મણો દ્વારા દેવાધિદેવ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ પાંચ પ્રકારના ફળોના રસથી અભિષેક થયો. આ પછી પંચામૃત પૂજન કરવામાં આવ્યું, જેમાં દૂધ, દહીં, ઘી, મધ, ખાંડસારી ખાંડ, ગંગાજળ, ગુલાબજળ, ભાંગ સાથે કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો. ભગવાનને નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા અને સપ્તધાન્યનું મુખારવિંદ ધારણ કરાવવામાં આવ્યું. શ્રી મહાકાલેશ્ર્વરજીને સપ્તધાન્ય અર્પણ કરવામાં આવ્યા, જેમાં ચોખા, આખા મગ, તલ, ઘઉં, જવ, સાલ અને આખા અડદનો સમાવેશ થતો હતો. સપ્તધાન્ય અર્પણ કર્યા પછી પુષ્પ મુકુટ શૃંગાર આરતી થઈ. પૂજારી આશિષ શર્માએ જણાવ્યું કે શ્રી મહાકાલેશ્ર્વર મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન શ્રી મહાકાલેશ્ર્વરનો શૃંગાર કરીને પુષ્પ મુગટ (સાફો) બાંધવામાં આવ્યો. ભગવાનને ચંદ્ર મુકુટ, છત્ર, ત્રિપુંડ અને અન્ય આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. આરતી પછી ભગવાનને વિવિધ મિષ્ટાન, ફળ અને પંચમેવાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો. સવારે દર્શન પછી વર્ષમાં એકવાર બપોરે 12 વાગ્યે થતી ભસ્મ આરતી થઈ હતી. મહાકાલ મંદિરમાં સાંજે પૂજન, શયન આરતી પછી ભગવાન શ્રી મહાકાલેશ્ર્વરજીના કપાટ બંધ થશે. 18 ફેબ્રુઆરી, બુધવારે વર્ષમાં એકવાર એકસાથે થતા પંચમુખારવિંદ (પાંચ સ્વરૂપ એકસાથે)ના દર્શન સાથે મહાશિવરાત્રી પર્વનું સમાપન થશે.



