વિવિધ બેંકો અને ગઇઋઈતની એફડીમાં રોકાણ માટે મળશે સિંગલ પ્લેટફોર્મ; સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જિયો ફાઇનાન્સ એપ દ્વારા તેના યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સેવા શરૂ કરવામાં આવી છે. હવે યુઝર્સ આ એક જ પ્લેટફોર્મ પર દેશની અનેક નામી બેંકો અને ગઇઋઈત દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ (ઋઉ) ની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયો ફાઇનાન્સ એપની ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે, જે રોકાણકારોને સ્થિર અને સુરક્ષિત બચતના વિકલ્પો પૂરા પાડે છે.
આ પ્લેટફોર્મ પર યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક, બજાજ ફાયનાન્સ, શ્રીરામ ફાયનાન્સ અને મહિન્દ્રા ફાયનાન્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. યુઝર્સ વાર્ષિક 8.15% સુધીના સ્પર્ધાત્મક વ્યાજદરોનો લાભ મેળવી શકે છે. એપમાં વ્યાજદર અને સમયગાળા મુજબ ફિલ્ટર્સની સુવિધા પણ છે, જેથી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ વિકલ્પની સરખામણી કરી શકે છે.
જિયો ફાઇનાન્સ એપ સંપૂર્ણ ડિજિટલ ‘એન્ડ-ટુ-એન્ડ’ પ્રક્રિયા પૂરી પાડે છે, જેનાથી કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર મિનિટોમાં એફડી બૂક કરી શકાય છે. વધુમાં, એપમાં એક વ્યાપક ડેશબોર્ડ આપવામાં આવ્યું છે જે ચાલુ અને બંધ થયેલી એફડી પર દેખરેખ રાખવા, વળતર ટ્રેક કરવા અને રિન્યુઅલ માટે રિમાઇન્ડર્સ સેટ કરવામાં મદદ કરે છે. જિયો ફાઇનાન્સના સીઈઓ સુરભે એસ. શર્માએ જણાવ્યું કે, આ સુવિધા દ્વારા ભારતીય ગ્રાહકો માટે એફડીમાં રોકાણ કરવાની પ્રક્રિયા અત્યંત પારદર્શક અને સરળ બની જશે. યુઝર્સ એપ ડાઉનલોડ કરી હોમપેજ પર ‘ફિક્સ્ડ ડિપોઝિટ્સ’ સેક્શનમાં જઈને આ સેવાનો લાભ લઈ શકે છે.



