સુકમામાં 12, બીજાપુરમાં 2 માર્યા ગયા: તમામના મૃતદેહ-હથિયારો મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
છત્તીસગઢના મોસ્ટ વોન્ટેડ નક્સલી લીડર દેવા બારસેએ હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું છે. દેવા સાથે 20 નક્સલવાદીઓએ પણ હથિયાર હેઠા મૂક્યા છે. હૈદરાબાદમાં બપોરે 3 વાગ્યે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે. સાથીઓ સાથે દેવા તેલંગાણાના મુલુગુ પહોંચ્યો હતો, જ્યાંથી પોલીસ તેને હૈદરાબાદ લઈ ગઈ હતી.
આજે (શનિવારે) સવારે છત્તીસગઢમાં બે અલગ-અલગ સ્થળોએ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. સુકમાના કિસ્ટારામ વિસ્તારમાં 12 અને બીજાપુરમાં 2 નક્સલવાદીઓ માર્યા ગયા છે. બીજાપુરમાં માર્યા ગયેલા બે નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને બંને તરફથી અટકી-અટકીને ફાયરિંગ થઈ રહ્યું છે.
બીજાપુરમાં માઓવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું. ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ની ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર નીકળી હતી. આ દરમિયાન શનિવારે વહેલી સવારે નક્સલવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સવારે લગભગ 5 વાગ્યાથી માઓવાદીઓ સાથે છૂટીછવાઈ અથડામણ ચાલી રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળેથી અત્યાર સુધીમાં બે નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એસપી જિતેન્દ્ર યાદવે અથડામણની પુષ્ટિ કરી છે.
સુરક્ષા કારણોસર, અથડામણનું ચોક્કસ સ્થળ અને ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓપરેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવશે.
25 ડિસેમ્બરે છત્તીસગઢના પડોશી રાજ્ય ઓડિશાના કંધમાલમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. તેમાં 1 કરોડથી વધુના ઇનામી સેન્ટ્રલ કમિટી મેમ્બર (ઈઈખ) ગણેશ ઉઇકે (69) પણ સામેલ છે. બે મહિલા નક્સલવાદી પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા હતા.
સુરક્ષા દળોને કંધમાલ જિલ્લાના ચાકાપાડ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ માહિતીના આધારે 23 ટીમોને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. આમાં 20 સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (જઘૠ), બે ઈછઙઋ અને એક ઇજઋ ટીમોનો સમાવેશ થતો હતો. આ ઓપરેશન કંધમાલ જિલ્લાના ચાકાપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંજામ જિલ્લાના રામ્ભા વન વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું.
25 ડિસેમ્બરે અભિયાન દરમિયાન અલગ-અલગ સ્થળોએ માઓવાદીઓ અને જઘૠ જવાનો વચ્ચે ઘણી વખત ગોળીબાર થયો હતો. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા હતા. આમાં 4 પુરુષ અને 2 મહિલાઓ છે. તમામ માઓવાદીઓ યુનિફોર્મમાં હતા. ઘટનાસ્થળેથી 2 ઇન્સાસ રાઇફલ અને એક 303 રાઇફલ મળી આવી હતી.



