વાઈબ્રન્ટ ઇફેક્ટ : આ સેવા વાઇબ્રન્ટ સમિટ પૂરતી જ કાર્યરત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર – કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8 જાન્યુઆરીથી ટ્રાન્સપોર્ટેશન માટે રેપીડો સર્વિસ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત આ સમિટમાં આવનારા હવાઈ મુસાફરોને રાહત દરે ચા અને કોફી સહિતનો નાસ્તો મળી રહે તે માટે સ્નેક બાર શરૂ કરવામાં આવશે. જોકે આ સેવા વાઇબ્રન્ટ સમિટ પૂરતી જ કાર્યરત રહેશે. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પટોળા દેશ – વિદેશના મુસાફરો નિહાળી શકશે. રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, ગુજરાતની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને 8 જાન્યુઆરી થી રેપિડો કેબ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપવામાં આવશે અને મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર સ્થાપિત કરવામાં આવનાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ટર્મિનલ બિલ્ડિંગની સામે સ્નેક બાર પણ કાર્યરત કરવામાં આવશે. જ્યાં રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં આવતા દેશ – વિદેશના મુલાકાતીઓ અને હવાઈ મુસાફરોને વ્યાજબી ભાવે ચા, કોફી અને અલગ અલગ પ્રકારનું ફૂડ મળી રહેશે.
ગુજરાતની ઓળખરૂપ પટોળાનું વેચાણ થશે
ટર્મિનલ બિલ્ડિંગના પ્રસ્થાન વિસ્તારમાં અટજઅછ સુવિધા પણ કાર્યરત થશે. અટજઅછ (પ્રદેશના કુશળ કારીગરો માટે સ્થળ તરીકે એરપોર્ટ) એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (અઅઈં)ની એક પહેલ છે. જે સ્વ-સહાય જૂથો (જઇંૠત) અને સ્થાનિક કારીગરોને તેમના અનન્ય પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને સશક્તિકરણ મળે છે. જે અંતર્ગત અહીં પટોળા રાખવામાં આવશે.



