સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સુરત દ્વારા નવા રોડ માટે ડિઝાઈન તૈયાર કરાશે
નવી ડિઝાઈન મુજબ રોડની પહોળાઈ, સર્વિસ રોડ, ફૂટપાથ, સાયકલ ટ્રેકમાં મોટા ફેરફારો થવાની શક્યતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખીને મનપાએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટનો 150 ફૂટ રીંગ રોડ હવે નવી ડિઝાઈન સાથે ફરીથી બનાવવામાં આવશે.
શહેરમાં વાહન વ્યવહાર વધતા હોવાથી રીંગ રોડને આધુનિક મોડેલ મુજબ ફરી ડિઝાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સુરત દ્વારા નવા રોડ માટે ડિઝાઈન તૈયાર કરવામાં આવશે તેની ટીમ ગુરૂવારે ટીમ ફરી રાજકોટ આવશે
મુખ્ય શહેર વિસ્તારોને જોડતો આ રીંગ રોડ રાજકોટની ટ્રાફિક લાઇફલાઇન તરીકે ઓળખાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વધેલા વાહનવ્યવહારને કારણે ભારે ટ્રાફિક, અવરજવરનો વિલંબ અને અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને સુધારવા માટે મનપાએ રીંગ રોડનું સંપૂર્ણ
રી-ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી ડિઝાઈન મુજબ રોડની રોડની પહોંળાઈ, સર્વિસ રોડ, ફૂટપાથ, સાયકલ ટ્રેકમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે સાથે જ ટ્રાફિક ફ્લો સરળ બને
તે માટે વૈજ્ઞાનિક રીતે પ્લાનિંગ કરાશે.
મનપા અધિકારીઓ અનુસાર, આ પ્રોજેક્ટ શહેર માટે લાંબા ગાળે ટ્રાન્સપોર્ટેશનમાં મોટો ફેરફાર લાવશે અને આવનારા વર્ષોમાં ટ્રાફિક સમસ્યાઓનો બોજ ઘટાડવામાં મદદરૂપ થશે.



