હળવદના ડોક્ટર સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણના નામે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર ચાર શખ્સોને દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
- Advertisement -
હળવદનાં સરા રોડ પર આવેલ ઉમા સોસાયટી માં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (39) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાત મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ ટીમે ચાર શખ્સોઓને ઝડપી લીધા હતા.
હળવદમાં ડોક્ટર સાથે સ્ટોક એકસચેન્જમાં રોકાણ નામે 48.13 લાખની છેતરપિંડી નો બનાવ બન્યો હતો.હળવદ ના ધન્શયામપુર રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા ડો.ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયાએ આરોપી દીપક મલ્હોત્રા, રોહીત સહિત સાત શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ મોરબી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ચેતનને ફેસબુક મેસેન્જર ઈંશિક્ષફ ઋયમજ્ઞજ્ઞિદફ આઈ.ડી ઉપરથી સ્ટોક એકસચેન્જમાં રોકાણ કરવા અંગેની જાણકારી આપી રોકાણ કરવામા રસ જાગતા ચેતનને વિશ્વાસમાં લઈ આરોપીઓએ ઢ96 જઈંૠ ઈીતજ્ઞિંળયિ જયદિશભય વ્હોટસએપ ગૃપ બનાવી તેમા એડ કરી આરોપીઓ પૈકી આરોપી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી લલચામણી સ્કીમો સમજાવી રોહીતસિંધ ગૃપ એડમીનને અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં 43,55,000નું રોકાણ કરાવી ફરીયાદી ચેતનકુમારે પોતાની રકમ વિથડ્રો કરવા જણાવતા સર્વિસ ટેક્ષના 3. 4,59,000 અલગ એકાઉન્ટમાં ઉપરોક્ત આરોપીઓએ ટ્રાન્જેકશન કરાવી કુલ 48,14, લાખ ની રકમની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
છેલ્લા ઘણા લાંબા સમયથી સાયબર ક્રાઈમ ગઠીયાઓ શેરમાર્કેટમાં રોકાણ કરાવવા માટે સોશ્યલ મીડીયાના જુદા જુદા પ્લેટફોર્મ પર સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવા અંગે લલચામણી સ્કીમો આપી રોકાણ કરવવાના બહાને ફરીયાદીશ્રીનો સંપર્ક સાધી વ્હોટસએપ ગૃપ ” ઢ96 જઈંૠ ઈીતજ્ઞિંળયિ તયદિશભય મા એડ કરી તેમા ફરીયાદીશ્રીને શેર માર્કેટમા રોકાણ કરવાની લલચામણી, લોભામણી લાલચ આપી ફરીયાદી પાસેથી કુલ રૂ.48,14,000/- નુ સાયબર ફ્રોડ આચરેલ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 008/2025 ભારતીય ન્યાય સંહીતા 2023 ની કલમ 316(2), 318(4), 319(2), 3(5), 61(2) તથા આઇ.ટી એકટ કલમ 66(સી) તથા 66(ડી) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ આચરનારાઓ અંગે ટેકનીકલી માહીતી મેળવી જુદી જુદી ટીમો બનાવી સાયબર ફ્રોડ આચરનાર ગેંગના કુલ 04(ચાર) આરોપીઓનેઝડપી લેવા આવ્યા હતા, પકડાયેલા આરોપીના નામ તથા આરોપીની ભુમિકા: (1) રાહુલ હર્ષદભાઇ ચૌધરી (2) ખુશ નવીનભાઇ ભાલોડીયા (3) જયદિપ રામભાઇ લગારીયા (4) શ્યામ કિશોરભાઇ રૂપાપરા સમગ્ર કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર તથા સાયબર ક્રાઈમ પો.સ્ટે ના સ્ટાફ જોડાયો હતો.



