વૈજ્ઞાનિકો માને છે કે તેઓએ પ્રથમ વખત મંગળના વાતાવરણમાં વિદ્યુત પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે, જે સૂચવે છે કે ગ્રહ વીજળી માટે સક્ષમ છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના રોવરે પ્રથમ વાર મંગળ પર વીજળી ચમકતી હોવાની ઘટનાને રેકોર્ડ કરીને સાબીતી આપી છે. આ દરમિયાન મંગળ ગ્રહ પર ધૂળ ભરેલી આંધી ચાલતી હતી. આંધી સમયે રોવરના માઇક્રોફોન પર બારીક અવાજ નોંધાયો હતો. આમ પણ ઘણા સમયથી વૈજ્ઞાનિક વર્તુળોમાં લાંબા સમય સુધી મંગળ પર ચર્ચા ચાલતી હતી કે મંગળ ગ્રહ પર ધૂળ ભરેલા જળવાયુમાં વિધુત ઉર્જાની ચમક હોય છે પરંતુ આ અંગે કોઇ જ સાબીતી મળતી નથી. એવું લાગે છે કે ૨૦૨૧માં મંગળ ગ્રહ પર ફરતા નાસાના પરસીરેંસ રોવરને વિજળી ચમકતી હોય એ અવાજને રેકોર્ડ કરી લીધો છે. મંગળ ગ્રહ પરના સંશોધનમાં આ એક મોટી સફળતા છે.
- Advertisement -
આ અંગે વિજ્ઞાન પત્રિકામાં નેચરમાં રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયો છે કે પૃથ્વી પર કિલોમીટર સુધી લાંબી ચમક જોવા મળે છે તેવી નહી પરંતુ તેના કરતા હળવી છે. કયારેક કારના દરવાજાને સ્પર્શ કરીએ ત્યારે વીજળીના ઝાટકા અનુભવાય તેવી છે. આ વધુ ઉર્જા નહી પરંતુ સમગ્ર ગ્રહ પર વિધુત ઉર્જા નિકળે છે એ હકિકત છે. આ પ્રક્રિયા ધૂળ અને બારિક કણ એકબીજા સાથે ટકરાય ત્યારે શરુ થાય છે. આ દરમિયાન ઇલેકટ્રોન કણો અવશોષિત થાય છે. અને ફરી વિધુત ઉર્જા નિકળે છે. આ વીજળીની લંબાઇ કેટલાક સેંટીમીટર કે મિલીમીટરમાં હોય છે. આ દરમિયાન ઝાટકો આવતો હોય એવો અવાજ પણ આવે છે.




