નવસારી મહેશ પુરોહિત
ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે, ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે
- Advertisement -
પોલીસ વિભાગને એક થિયરી સમજાવવામાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ ગુનાહની તપાસ કરતા હોવ તો સૌથી પહેલા એ જોવાનું કે આ ગુનો કરવા પાછળની પ્રેરણા અથવા ચાલકબળ શું? પોલીસ વિભાગ આ મોટિવ શોધતા શોધતા મૂળ ગુનેગાર સુધી પહોંચી જાય છે.
એવી જ રીતે આ આતંકવાદીઓનું મૂળ ચાલકબળ શું છે? એ બાબત પર કોઈને બોલતા કે તો ડર લાગે છે અથવા અમુક લોકો જાણી જોઈને બૌદ્ધિક રક્ષણ પૂરું પાડે છે. ચાલકબળ સમજવા માટે તમારે આંતકવાદીઓને શેના નામ પર આ પ્રવૃત્તિ કરવા માટે કનવીઝ કરવામાં આવે છે? એમાં મુખ્ય ત્રણ તત્વો જોવા મળે છે. 1. કાફીરથી બદલો 2. આખા વિશ્ર્વને ઇસ્લામિક બનાવવું 3. આપણો મજહબ ખતરામાં છે.
આ ત્રણ સિવાય કોઈ એક આંતકવાદી મને બતાવો જેણે એટલા માટે બોમ્બ ફોડ્યો હોય કે અમને ગરીબ કેમ રાખ્યા? અમને અશિક્ષિત કેમ રાખ્યા? અમને રોજગાર કેમ ન આપ્યો? એવું કહીને બોમ્બ ફોડ્યો હોય? એક પણ કિસ્સો એવો નથી. તમને અન્ય પ્રકારનાં આતંકવાદ જોવા મળશે, જેમ કે નક્ષલવાદ, કઝઝઊ કે અન્ય કોઈ ભૌગોલિક બાબતને લઈને. આ તમામ આંતકવાદ સમય આવ્યે ખતમ થઇ જશે. કારણ કે એ લોકોનાં કારણો ભૌતિક હતા. માટે એ લોકોને ખતમ પણ કરી શકાયા અને બાકી છે તે થઇ જશે.
- Advertisement -
પણ, જ્યારે તમારું મોટીવેશન તમારો જ મજહબ હોય, તમને કનવીન્સ કરવાવાળા તમારા જ ધાર્મિકગુરુઓ હોય, તમે આંતકી પ્રવૃત્તિ કરો તો તેને વ્હાઇટવોશ કરવા માટે તમારા જ સમાજમાં બૌદ્ધિક લોકો હોય તો એ આંતકવાદ ખતમ ન થાય. કારણ કે આ આખી પ્રવૃત્તિમાં જાણતા અજાણતા એક સમાજ ફસાયો છે. આ એટલું ખતરનાક વિશ ચક્ર છે કે જો સમાજનો કોઈ વ્યક્તિ વિરોધ કરે તો પણ મરે અને વિરોધ ન કરે તો તો મરી જ રહ્યો છે. અહીંયા તમારે તો આ પ્રકારની પ્રવૃત્તિનો ખુલ્લીને વિરોધ નથી કરવો પરંતુ અન્ય વિરોધ કરે ત્યારે ઇસ્લામ ફોબીયા અને સેકુલરીઝમ જેવા શબ્દો પાછળ સંતાઈ જવું છે. અને કોઈ વિરોધ કરે તો તેના પર ‘નફરતી’ જેવું બિરુદ લગાવી દેવું છે. પણ તમારા સમાજમાં કોઈ બદી છે તો તમારે ટીકા તો સાંભળવી જ પડશે. જેટલું મોડું કરશો એટલું તમને જ નુકસાન છે.
ટીકા માત્રથી કોઈ સમાજને નુકસાન થતું હોત તો સૌથી વધારે ટીકા હિંદુ સમાજે સાંભળી છે. ઘણા મામલે તો ખોટી ટીકાઓ પણ સહન કરી છે. ટીકાથી સમાજ ખતમ થતો હોત તો બ્રાહ્મણ સમાજ તો લુપ્ત થઇ જવો જોઈતો હતો. કારણ કે કથિત બ્રાહ્મણવાદનાં નામે બ્રાહ્મણ સમાજને મનફાવે તેમ આજે પણ બોલવામાં આવે છે. છતાં આ સમાજ પ્રગતિ કરીને કોઈ પણ વળતો જવાબ આપ્યા વગર સમાજની વચ્ચે સૌહાર્દથી રહે જ છે.
કનૈયા લાલનું ગળું કાપીને હત્યા કરવામાં આવેલી, ત્યારે મને એક મુસ્લિમ યુવાને ચિંતાનાં સ્વરમાં પૂછેલું કે મહેશભાઈ અમારું ભવિષ્ય શું છે? ત્યારે મેં કીધેલું કે હિંદુ સમાજ તમારા વિરુદ્ધમાં કોઈ દિવસ હથિયાર તો નહીં ઉપાડે, પણ ધીરે ધીરે તમારાથી દૂર થઇ જશે, અને તમે લોકો આવનાર એક બે દસકમાં આઇસોલેટ (સામાજિક રીતે બહિષકૃત) થઇ જશો. અને બહિષકૃત થવું દુનિયાની સૌથી મોટી સજા છે. યુવાને મને કહેલું કે અમારા મૌલાના કરતા પણ તમે મને સ્પષ્ટતાથી જવાબ આપ્યો છે.
વાત ખાલી ભારત પૂરતી નથી, વિશ્ર્વનાં તમામ ખૂણાઓમાં જુઓ કે આજથી 20 વર્ષ પહેલા જે દેશોમાં લીબરલ સરકારો હતી, ત્યાં હાલમાં જમણેરી વિચારધારાની સરકારો બની રહી છે. લીબરલ ફ્રાન્સમાં ‘લી પેન’ જેવા કટ્ટર નેતાનું ઉભરવું, એના કેન્દ્રમાં પણ ઇસ્લામિક આંતકવાદ જ છે. આવું જ તમને અન્ય યુરોપિયન દેશોમાં જોવા મળશે. ભારત તો હજુ આ લોકો કરતા લાખ ઘણું સારુ છે કે સત્તામાં બેઠેલા લોકો સનાતન સંસ્કૃતિમાંથી આવ્યા છે એટલે સત્તામાં આવ્યા બાદ પણ યોજનાઓ ધર્મનાં આધારે નથી બનાવતા. બાકી ચીનમાં જઈને ઉઇગર મુસ્લિમની હાલત પૂછી આવો.
શંકા પ્રબલ ત્યારે બની જાય છે કે ગાઝામાં માનવતા ઉભરાએ છે તે નાઇઝીરીયામાં ઇસ્લામનાં નામ પર 1,00,000 ઇસાઈઓને ચાલુ વર્ષે મારી નાખવામાં આવ્યા ત્યારે શાંત થઇ જાય છે. અરે સુડાનમાં ત્રણ વર્ષમાં 50,000 મુસ્લિમની હત્યા કરવામાં આવી છે તો પણ ચૂપ કેમ છે ખબર છે? કારણ કે ત્યાં મુસ્લિમની ઉચ્ચ અને નીચ જાતિ એકબીજાને મારી રહી છે. આવા દોગલાપણાનાં તો 100 ઉદાહરણ છે.
કોઈ સમાજ અચાનક જ અવિશ્ર્વાસ નથી કરતો, ડોટ ડોટ કનેક્ટ થતા હોય અને અને સમાજની મેમરીમાં આ બધું સેવ થતું હોય છે અને આ સમાજ જાતે જ આ ડેટાને પ્રોસેસ કરીને લાંબાગાળાનો નિર્ણય લેતો હોય અને અને એ નિર્ણય એટલે આઇસોલેશન અર્થાત સાયલન્ટ બોયકોટ. આ હથિયાર રક્ષનાત્મક રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. જે હું નજરે જોઈ રહ્યો છું.
આ લેખ વાંચીને તમે મને ઇસ્લામ વિરોધી કહી શકો, તમે મને નફરત ફેલાવનાર કહી શકો, જે તમારા મનમાં આવે તે લેબલ મારી શકો પણ એનાથી ઉંમર નામનો મુસ્લિમ વ્યક્તિ ડોક્ટર બન્યા બાદ પણ ફિદાઇન બનીને ફૂટાવાનું બંધ નહીં કરે, ( જે કાલે દિલ્લીમાં થયું ) એટલું યાદ રાખજો અને એ બંધ કરવું હોય તો હમણાંથી જ સામાજિક જાગૃતિ લાવો. જે સાઉદી અરેબીયા કરી જ રહ્યું છે. ત્યાં તો એ હદે સુધારા આવી રહ્યા છે કે જરૂર પડે ત્યાં ધાર્મિક પુસ્તકોમાં પણ બદલાવ લાવી રહ્યા છે અને મુખ્યધારામાં આવી રહ્યા છે.
મને હાલમાં જ યુનાઈટેડ આરબ અમીરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ અને દુબઇનાં રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમએ આપેલું નિવેદન ખુબ ગમેલું જે અહીંયા ક્વોટ કરું છું. આતંકવાદ ઇસ્લામના નામે આવ્યો. તે આપણા નામે આવ્યો. બીજા પર આરોપ મૂકવાની કોઈ જરૂર નથી. જો તે આપણા વતી બોલે છે, તો આપણે જ સૌથી પહેલા તેનો સામનો કરવો જોઈએ.
નોટ: નિર્મળ બની રહેવા માટે નદીની જેમ વહેતુ રહેવું પડે, ખાબોચિયા બન્યે મેળ ન પડે.



