RMCની કામગીરી પર સવાલ: શહેરીજનોની બેદરકારીના નામે પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ, મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં તંત્ર લાચાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાના નામે માત્ર ’નોટિસ આપો અને વહીવટી ચાર્જ વસૂલો’ની સપાટી પરની કામગીરી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. તાજેતરમાં ડેન્ગ્યુના નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં છખઈ દ્વારા પરિપત્રો અને આંકડાઓની માયાજાળ રચીને પોતાની બેદરકારીને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
છખઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનોમાં વારંવાર ભારપૂર્વક કહેવામાં આવે છે કે ડેન્ગ્યુ જેવા રોગો માનવીની જીવનશૈલી સાથે જોડાયેલા છે અને રોગચાળો ફેલાવવા પાછળનું મુખ્ય કારણ ’લોકોમાં સાફસફાઈનો અભાવ, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારી’ છે. જોકે, છખઈનું આ વલણ પોતાની પ્રાથમિક જવાબદારીમાંથી છટકવા માટેની છટકબારી સમાન છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું મુખ્ય કામ માત્ર દંડ વસૂલવાનું નહીં, પરંતુ મચ્છરના પ્રજનન સ્થાનોને બુનિયાદી સ્તરે નાબૂદ કરવાનું છે.
- Advertisement -
RMC દાવો કરે છે કે તેણે હજારો ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1,289 ઘરોમાં ફોગિંગ કર્યું છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે શહેરના મુખ્ય માર્ગો અને વરાછા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે બસોની લાઇન લાગતી હોય છે તેમ છતાં, મચ્છરોની ઘનતામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો નથી. મચ્છરનું જીવનચક્ર ટૂંકું અને પુન:ઉત્પત્તિ ઝડપી હોવા છતાં, છખઈ દ્વારા માત્ર 509 કોમર્શિયલ પ્રીમાઇસીસની તપાસ અને 484 નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કાગળ પરની કામગીરી અને જમીની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે.
ડેન્ગ્યુના નવા કેસ સામે આવવા છતાં તંત્ર માત્ર આંકડાઓ રજૂ કરવામાં વ્યસ્ત છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ’આરોગ્ય સુરક્ષા’ કરતા ‘વહીવટી ચાર્જ’ વસૂલવામાં છખઈને વધુ રસ છે. જો તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તો, દર વર્ષે રોગચાળા દરમિયાન લાખોની સંખ્યામાં શરદી-ઉધરસ, તાવ અને ઝાડા-ઉલટીના કેસ નોંધાય નહીં. છખઈની આ લાચાર અને નિષ્ફળ કામગીરીને કારણે શહેરીજનોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.



