બસ સ્ટેન્ડ પાસે ખરાબ કામ કરવા આવ્યા છો કહી યુવક પાસેથી 95 હજાર પડાવી લીધા
સરધારનો યુવાન પેપરમાં ફોટો ઓળખી જતા સપ્તાહ પછી પોલીસ સમક્ષ આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નકલી પોલીસના નામે તોડ કરવા માટે પંકાયેલા મિહિર કુંગશીયા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે સરધારના યુવકને તમે અહીં ખરાબ કામ કરવા આવ્યા છો કહી પોલીસની ધમકી આપી 95 હજાર પડાવી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના સરધાર ગામે શાંતિનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા અને ફાર્મા કંપનીમાં નોકરી કરતા જીગ્નેશભાઇ કીરીટભાઈ વ્યાસ ઉ.43એ મિહિર ભાનુભાઇ કુંગશીયા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.30/10ના રોજ મારે અમદાવાદ ખાતે ફાર્મા કંપનીમાં દવાની નોકરી અંગેનો મોખીક ઇન્ટરવ્યુ હોય જેથી હું સરધારથી સરકારી બસમાં રાજકોટ બસ સ્ટેન્ડ આવ્યો હતો અહીંથી મારે ટ્રેનમાં અમદાવાદ જવુ હોય જેથી હું રેલ્વે સ્ટેશન જવા રીક્ષામાં બેઠો હતો અને મારી પાસે એક થેલો હતો જેમાં સર્ટીફીકેટ તેમજ રોકડા 95,000 રૂપીયા હતા હું જયુબેલી ચાર રસ્તા ચોક પાસે પહોચતા એક અજાણ્યો માણસ મોપેડ લઇને આવેલ અને રીક્ષા રોકી મને કહેલ હું પોલીસમાં છુ અને તમે બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા માટે આવ્યા હતા જેથી તમારે પોલીસ સ્ટેશન આવવુ પડશે જેથી મે કહેલ મે કાંઇ પણ ખોટા કામ કર્યા નથી. જેથી આ અજાણ્યા પોલીસવાળા ભાઇએ એકદમ ઉશ્કેરાયને ગાલ ઉપર ફડાકા માર્યા હતા અને મારી પાસે રહેલ થેલામાંથી 95 હજાર પડાવી લીધા હતા અને ત્યાર બાદ મને તેના નંબર પ્લેટ વગરના મોટર સાઇકલમાં બેસાડીને રેલ્વે સ્ટેશન પાસે લઇ જઈ કહેલ કે હવે પછી અહીં બસ સ્ટેન્ડ ખરાબ કામ કરવા માટે કયારેય આવતો નહી અને મને રેલ્વે સ્ટેશન ઉતારીને આ અજાણ્યો પોલીસવાળા ભાઈ ત્યાંથી જતો રહ્યો હતો ત્યાર બાદ હું અમદાવાદ ઇન્ટરવ્યુ માટે જતો રહ્યો હતો ત્યાર બાદ હું તા.3ના રોજ સરધાર આવી ગયો હતો તા.4/11ના રોજ મે ન્યુઝ પેપરમાં વાચેલ કે રાજકોટમાં ક્રાઇમ બ્રાંચના નામે 20 હજાર રૂપીયાનો તોડ કરતા એક નકલી પોલીસ કે જેનુ નામ મીહીરભાઈ ભાનુભાઇ કુંગસીયા હોય અને તેને પોલીસે પકડી પાડેલ છે. અને આ મીહીરભાઈ ભાનુભાઇ કુંગસીયા નકલી પોલીસનો ન્યુઝ પેપરમાં ફોટો હોય જેથી નકલી પોલીસ બનીને મને ધમકાવીને મને બેફામ ફડાકાનો માર મારીને મારી પાસેથી 95 હજાર બળજબરીપુર્વક પડાવેલ હોય તે માણસનો ફોટો હોય અને હું તેને ઓળખી જતા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



