વન વિભાગ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક માદા સિંહણનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ લીલીયા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સિંહણના મૃતદેહને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ (ઙખ) માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ સિંહણનું મૃત્યુ શંકાસ્પદ જણાતા, વન વિભાગ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બાબતે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નાથાલાલ સુખડિયાએ આ ઘટના સંદર્ભે યોગ્ય અને સઘન તપાસ કરવાની માંગ કરી છે, જેથી સિંહણના મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર આવી શકે.



