સપ્લાયર તરીકે ગંજીવાડાના રવિ વાળાનું નામ ખુલતા તેની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે નવા થોરાળામાં દરોડો પાડી 2.57 લાખની કિંમતની મોંઘીદાટ શરાબની 84 બોટલ દારૂ સાથે કુખ્યાત હિસ્ટ્રીશીટરને દબોચી લઇ પૂછતાછ કરતા ગંજીવાડાના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂનું દુષણ ડામી દેવા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી કાઇમ ભરત બસીયાએ આપેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી ડી ડોડીયા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના દિલીપભાઈ બોરીચા, જયરાજભાઈ કોટીલા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમી આધારે નવા થોરાળામાં રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડી કુખ્યાત હિસ્ટ્રીશીટર અવેશ અયુબ ઑડિયાને સકંજામાં લઇ ઘરની જડતી લેતા ઘરમાંથી 2,57,280 રૂપિયાની કિંમતનો 84 બોટલ દારૂ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ સહીત 2,77,280 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ કરતા ગંજીવાડાના રવિ રાજુ વાળાનું નામ ખુલતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે પકડાયેલ અવેશ અગાઉ રાજકોટમાં હત્યા, આર્મ્સ એક્ટ, મારામારી, દારૂ સહીત 11 ગુનાઓમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



