150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસેના વિશાળ ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયા ઝૂમી ઉઠશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં નવરાત્રીના અનેક આયોજન થાય છે પરંતુ નવનાત સાથે જોડાયેલા 3 લાખથી વધુ લોકો જેમાં સહભાગી થાય છે તે સોનમ નવનાત વણિક ગરબા-2025ના આપીજને આ વરસે પણ મોટું આકર્ષણ ઉભુ કર્યું છે. વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન સંસ્થા દ્વારા આયોજિત આ રાસોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે અને એકથી એક ચડીયાતા આકર્ષણો ઉમેરાતા જાય છે. 150 ફૂટ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે નરનરમ્ય મેદાનમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય આ વખતે જોવા મળશે તેમ જણાવતા આયોજકોએ ઉમેર્યું હતું કે, અત્યારે યુવા ધન ગરબામાં રમવા માટે થનગની રહ્યું છે. બહેનોને વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્યે સીઝન પાસ આપવામાં આવી રહ્યા છે અને હવે જુજ પાસે જ બાકી રહ્યા છે. જેન્ટ્સ સીઝન પાસે માત્ર 1500 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે.
વિશ્વ વણિક સંગઠનનાં ચંદ્રકાંતભાઈ શેઠ અને જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીના જણાવ્યા મુજબ નવરાત્રી મહોત્સવની શરૂઆત તા. 22મીએ થશે અને 1 ઓક્ટોબર સુધી યુવા હૈયાઓ ગરબા રમશે. આ વખતે ખેલૈયાઓને જોશભેર ગરબા રમાડવા માટે બોલીવુડ સિંગર આવશે અને એ સિવાય પણ અનેક આકર્ષણ હશે. ખાસ કરીને એક લાખ વોટ ની અદભુત સાઉન્ડ સિસ્ટમ,થ્રી- લેયર સિક્યુરિટી, વિશાળ ફી પાર્કિંગ, એલઈડી ઉપર પ્રસારણ, ફાઈનલના દિવસે લાખેણા ઇનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલનો અનુભવ થશે.
આ ગરબાને સફળ બનાવવા માટે વિશ્વવ વણિક સામાજિક સંગઠનનાં ચેરમેન સી.એમ.શેઠ, ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહ, સુનીલ ગ્રહ, (ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતલ વસા, મુનીલ કોઠારી, અખિલ શાહ, તેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પાંચ દાકતરી, નરેશ મહેતા, ધુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક ગ્રાત, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ સાઇ, આશિપ દોથી, નીચેશ તુરખીયા, યોગેશ ગ્રાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીપાર, ડો. દેવેન કોઠારી, ડોક્ટર હાર્દિક શાહ પરાગ મહેતા, સંજપ મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



