પીપાવાવ કોસ્ટગાર્ડ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ સાથે ગ્રીન કવર વધારવાનો સંકલ્પ
પીપાવાવ પોર્ટ નજીક આવેલ કોસ્ટગાર્ડ કેમ્પસ ખાતે સામાજિક વનીકરણ રેન્જ રાજુલા દ્વારા 76મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. આ અવસરે પર્યાવરણના જતન અને સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી અને સમગ્ર તાલુકામાં ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લેવાયો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ વન મહોત્સવની ઉજવણીમાં સામાજિક વનીકરણ રેન્જ રાજુલાના આર.એફ.ઓ. બી.ડી. ચાંદુ, પરેશભાઈ વાઘેલા, ગજાનંનભાઈ ધાધંલા તથા સમગ્ર રેન્જ સ્ટાફ હાજર રહ્યા હતા. પિપાવાવ કોસ્ટગાર્ડ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર સહિતની ટીમે પણ સક્રિય ભાગ લીધો હતો.



