વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે દેશને નવા શિખરો પર લઈ જનાર વિકાસ પુરુષને વંદન
ભારતને વૈશ્ર્વિક મંચ પર ગૌરવ અપાવનાર ગુજરાતના પુત્રને 75મા જન્મદિવસે શુભકામનાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતના લોકપ્રિય અને દૂરંદેશી નેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ છે. આ અવસરે પ્રવિણાબેન રંગાણીએ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સંઘના પ્રચારકથી લઈને રાષ્ટ્રનાયક સુધીની યાત્રામાં મોદીએ રાષ્ટ્રભાવના, શિસ્ત, બલિદાન અને સમર્પણને જીવનમંત્ર બનાવી માનવતાવાદ તથા પ્રચંડ રાષ્ટ્રવાદને જનજન સુધી પહોંચાડ્યો છે. પંચશક્તિ – જળ, જન, રક્ષા, ઊર્જા અને જ્ઞાન -ના સફળ આયોજનથી પ્રજાને સ્પર્શતા અનેક ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
મોદીજીના નેતૃત્વમાં ભારતે વિકાસ, ટેકનોલોજી અને સુશાસનના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ સર્વાંગી વિકાસનો પાયો બની છે.
પ્રવિણાબેન રંગાણીએ આગળ જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર ભારતને ગૌરવ અપાવનાર આપણા યશસ્વી વડાપ્રધાનને દીર્ઘાયુ, સુખ અને સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં
આવે છે.



